Haryana Violence: દિલ્હીની જેમ ધાબા પરથી પથ્થરમારો, હરિયાણાના મેવાતમાં પૂર્વ આયોજિત કાવતરું, જુઓ Video
શોભા યાત્રા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં તંગદિલી ફેલાઈ ગઈ છે. મેવાતમાં જ્યારે શોભા યાત્રા દરમિયાન ગોળીબાર થયો ત્યારે હિંસા, આગચંપી, તોડફોડ, પથ્થરમારો, સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ થયો હતો
Haryana: હરિયાણાના નૂહમાં સોમવારે બપોરે 1 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં તંગદિલી ફેલાઈ ગઈ છે. મેવાતમાં જ્યારે શોભા યાત્રા દરમિયાન ગોળીબાર થયો ત્યારે હિંસા, આગચંપી, તોડફોડ, પથ્થરમારો, સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ થયો હતો. 2020માં પણ દિલ્હીના શાસક પક્ષ આપના એક કોર્પોરેટર તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી પેટ્રોલ બોમ્બનો જથ્થો તેમજ પથ્થરોનો ઢગલા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મેવાતમાં જ્યારે શોભા યાત્રા દરમિયાન ગોળીબાર થયો ત્યારે હિંસા, આગચંપી, તોડફોડ, પથ્થરમારો, સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ થયો હતો. હિન્દુ સંગઠનોએ આ યાત્રા નૂહના નલેશ્વર શિવ મંદિરથી કાઢી હતી, જે ફિરોઝપુર ઝિરકાથી સિગર પહોંચવાની હતી. યાત્રામાં ભાગ લેવા માટે હરિયાણા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં પહોંચ્યા હતા. છેલ્લા 3 વર્ષથી મેવાત જિલ્લામાં આ યાત્રા કાઢવામાં આવી રહી છે, પરંતુ આજે આ દરમિયાન અચાનક જ હંગામો મચી ગયો હતો. બંને જૂથો વચ્ચે અથડામણ બાદ મામલો વધુ વણસતો ગયો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
