Gujarat Vidhansabha: રાજ્યમાં 227 સહકારી અને 30 ખાનગી APMC, 2 વર્ષમાં સહકારીની જગ્યાએ ખાનગી APMCને અપાઈ મંજુરી

Gujarat Vidhansabha: રાજ્યમાં 227 સહકારી APMC અને 30 ખાનગી APMC હોવાનો અહેવાલ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં ધારાસભ્યનાં સવાલનાં જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું કે સૌથી વધુ ખાનગી APMC બનાસકાંઠા જિલ્લામાં

| Updated on: Mar 04, 2021 | 1:37 PM

Gujarat Vidhansabha: રાજ્યમાં 227 સહકારી APMC અને 30 ખાનગી APMC હોવાનો અહેવાલ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં ધારાસભ્યનાં સવાલનાં જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું કે સૌથી વધુ ખાનગી APMC બનાસકાંઠા જિલ્લામાં, બીજા નંબરે અમદાવાદ જિલ્લામાં 8 ખાનગી APMC, ત્રીજા નંબરે કચ્છ અને પાટણ જિલ્લામાં 3 ખાનગી APMC, વલસાડ અને મોરબી જિલ્લામાં એક-એક ખાનગી APMC છે. છેલ્લા 2 વર્ષમાં બે નવી ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી જેમાં કચ્છ અને અમદાવાદ જિલ્લાને મંજૂરી અપાઈ છે.

વર્ષ 2020-21માં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનો અમલ ન થવા હોવાનો અહેવાલ પર સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં 23 લાખથી વધુ ખેડૂતોએ યોજનાનો લાભ લેવા કરી હતી અરજી જે સામે 148 કરોડથી વધુ રૂપિયાનું વળતર નુકસાની પેટે ચૂકવવામાં આવ્યું. ખેડૂતોએ 500 કરોડ થી વધુનું પ્રીમિયમ ભર્યું હતું જે સામે રાજ્ય સરકારે 1500 કરોડથી વધુ પ્રીમિયમ ચુકવ્યું. કેન્દ્ર સરકારે પણ 1500 કરોડથી વધુ પ્રીમિયમ ચૂકવ્યું. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ વાળ્યો હતો.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">