Mehsana Video : અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડીના કેસમાં કબૂતરબાજ શૈલેશ પટેલની ધરપકડ, 9 લોકો જેલમાં હોવાનો એજન્ટનો દાવો
હેડુવા ગામના સુધીર પટેલ સાથે અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડી કેસમાં SOGએ એજન્ટ શૈલેશ પટેલની ધરપકડ કરી છે. રિમાન્ડ પર રહેલો દિવ્યેશ પટેલ ઉર્ફે જોની પોલીસને એક જ વાત કહી રહ્યો છે કે તમામ વ્યક્તિ પકડાઈ ગયા છે અને જેલમાં છે.
Mehsana : મહેસાણાના હેડુવાના યુવકને અમેરિકા (America) મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના (Fraud) કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે વધુ એક કબૂતરબાજ શૈલેષ પટેલની ધરપકડ કરી છે. હેડુવા ગામના સુધીર પટેલ સાથે અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડી કેસમાં SOGએ એજન્ટ શૈલેશ પટેલની ધરપકડ કરી છે. રિમાન્ડ પર રહેલો દિવ્યેશ પટેલ ઉર્ફે જોની પોલીસને એક જ વાત કહી રહ્યો છે કે તમામ વ્યક્તિ પકડાઈ ગયા છે અને જેલમાં છે. મહેસાણાના 4 સહિત 9 લોકો જેલમાં હોવાનો એજન્ટનો દાવો છે.
ડોમેનિકાથી અમેરિકા જઈ રહેલા લોકોને સ્થાનિક પોલીસે પકડી લીધા હતા અને સેન્ટ માર્ટિસ જેલમાં પૂર્યા છે. બીજી તરફ પોલીસે નવ વ્યક્તિનું શું થયું અને શું સ્થિતિમાં છે તે જાણવા CID મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછળના કેટલાક મહિનામાં ભારતના કોઈ નાગરિકોને પકડવામાં આવ્યા છે કે નહીં તેની જાણકારી માગવામાં આવી છે. જો કે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે..જેની શોધખોળ ચાલી રહી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
