Gujarat Latest News: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગુરુવારે ચાર્જશીટ રજૂ કરાશે, તથ્ય પટેલ સામે વધુ એક ગુનાની કલમ ઉમેરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 11:57 PM

Gujarat Live Updates : આજ 26 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Gujarat Latest News: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગુરુવારે ચાર્જશીટ રજૂ કરાશે, તથ્ય પટેલ સામે વધુ એક ગુનાની કલમ ઉમેરાશે
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ જગુઆર કાર દોડાવીને 9 લોકોનો જીવ લેનારા અકસ્માતના મામલે આવતીકાલે ગુરુવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. કાર ચાલક તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાને લઈ પોલીસે તપાસ તમામ પાસાઓ દ્વારા શરુ કરી હતી. આ દરમિયાન ફોરેન્સિક અને ટેકનીકલ એમ બંને રીતે તપાસ કરી હતી. જેના રિપોર્ટ પણ આવી ચૂક્યા હતા. ઘટનાને લઈ હવે તપાસ કર્તા અધિકારી ગુરુવારે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jul 2023 09:37 PM (IST)

    ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગુરુવારે ચાર્જશીટ રજૂ કરાશે, તથ્ય પટેલ સામે વધુ એક ગુનાની કલમ ઉમેરાશે

    અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ જગુઆર કાર દોડાવીને 9 લોકોનો જીવ લેનારા અકસ્માતના મામલે આવતીકાલે ગુરુવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. કાર ચાલક તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાને લઈ પોલીસે તપાસ તમામ પાસાઓ દ્વારા શરુ કરી હતી. આ દરમિયાન ફોરેન્સિક અને ટેકનીકલ એમ બંને રીતે તપાસ કરી હતી. જેના રિપોર્ટ પણ આવી ચૂક્યા હતા. ઘટનાને લઈ હવે તપાસ કર્તા અધિકારી ગુરુવારે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

  • 26 Jul 2023 07:57 PM (IST)

    સ્માર્ટસિટીના દાવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો અતિ મોટો છબરડો

    સ્માર્ટસિટીના દાવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો અતિ મોટો છબરડો, પોતાની વેસબાઇટને નવો લુક આપવાના ચક્કરમાં મૂકી દીધી ખોટી માહિતી, ઉચ્ચ અધિકારીઓના નામ નંબરની યાદીમાં તંત્રએ વાટ્યો ગંભીર ભાંગરો, વર્તમાન કમિશ્નર એમ થેન્નારસનના સ્થાને પૂર્વ કમિશ્નર લોચન શહેરાનુ નામ બદલી થઇ આવેલા નવા આઇએએસ અધિકારીઓના બદલે જુના અધિકારીઓના નામ અને કેટલાય ડેપ્યુટી કમિશ્નરો બદલાઇ ગયા હોવા છતા નવી વેબસાઇટ પર જુનાનુ નાામ, સોલીડ વેસ્ટ વિભાગના નિધન પાામેલા ડેપ્યુટી ડાયરેક્ટરનુ નામ પણ નવી વેબસાઇટમાં યથાવત, હાટકેશ્વર બ્રીજ વિવાદમાં ટર્મિનેટ કરાયેલા અધિકારીનુ નામ બ્રીજ-રોડ પ્રોજેક્ટના વડા તરીકે યથાવત

  • 26 Jul 2023 07:49 PM (IST)

    Breaking news : PM મોદીએ પ્રગતિ મેદાન ખાતે નવા ITPO સંકુલ ‘ભારત મંડપમ’નું કર્યું ઉદ્ઘાટન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ITPO પ્રગતિ મેદાનનું ઉદ્ઘાટન કર્યું છે. તેને ભારત મંડપમ નામ આપવામાં આવ્યું હતું. પ્રગતિ મેદાનનું ITPO ફરીથી 123 એકરમાં સંપૂર્ણ રીતે વિકસિત થયું છે. વડા પ્રધાને બુધવારે સવારે દિલ્હીમાં પુનઃવિકાસિત ભારત મંડપમ (ITPO) સંકુલમાં વૈદિક વિધિઓ સાથે હવન-પૂજન કર્યું હતું. તે જ સમયે, ITPO કેમ્પસનું ઔપચારિક ઉદ્ઘાટન કરીને, તેમણે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. સપ્ટેમ્બરમાં આ પરિસરમાં જી-20 નેતાઓની બેઠકનો પ્રસ્તાવ છે. 123 એકરમાં ફેલાયેલા ભારત મંડપમને પ્રગતિ મેદાન સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • 26 Jul 2023 07:19 PM (IST)

    ભાવનગર શહેરના અનેક વિસ્તારો માટે અશાંત ધારો લાગુ કરાયો

    ભાવનગર શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેની માટેનું નોટીફિકેશન જાહેર કરાયું છે. અશાંત ધારા હેઠળ ભાવનગર પૂર્વના રાણીકાપ્રભુદાસ તળાવ, ભગા તળાવ, ક્રેસન્ટ, ગાંધી સ્મૃતિ, આંબાવાડી, બોરડી ગેઈટ, ગીતા ચોક, યશવંતરાય નાટય ગૃહ, ડોન ચોક, ડેરી રોડ, તિલકનગર સહિતના વિસ્તારોમાંના ઘણા ખરા ભાગને આવરી લેવામાં આવ્યું છે.

  • 26 Jul 2023 05:49 PM (IST)

    ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ગાંધીનગરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ

    Gandinagar : અમદાવાદમાં(Ahmedabad)  ઇસ્કોન બ્રિજ અકસ્માતના (ISKCON Bridge Accident)  આરોપી તથ્ય પટેલના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગરના (Gandhinagar)   સાંતેજ પોલીસ મથકે પણ તથ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે . જેમાં ગત 31 ડિસેમ્બરની રાત્રે તથ્યએ વાંસજડાથી સાણંદ જતાં મુખ્ય માર્ગ પર આવેલા મંદિરના પિલર સાથે જેગુઆર કાર અથડાવી હતી.કારની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનો એક ભાગ નમી ગયો હતો અને બળીયાદેવના મંદિરને નુકસાન પહોંચ્યું હતું.

  • 26 Jul 2023 05:09 PM (IST)

    જરૂર પડ્યે તમે LoC પાર કરી લઈશું, કારગિલ દિવસ પર રાજનાથ સિંહનો હુંકાર

    Kargil Vijay Diwas 2023: કારગિલ દિવસની 24મી વર્ષગાંઠ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના બહાદુર સપૂતોને યાદ કર્યા. તેમણે કહ્યું કે 1999માં કારગીલની ટોચ પર દેશના જવાનોએ જે બહાદુરી બતાવી તે ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. હું એ બહાદુર પુત્રોને સલામ કરું છું. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

  • 26 Jul 2023 04:35 PM (IST)

    વરસાદ બાદ પાણીના તળ ઊંચા આવ્યા, બોરમાંથી 30 ફુટ ઊંચા ફુવારા ઉડ્યા

    અમરેલીમાં ભારે વરસાદ બાદ જમીનમાં પાણીના તળ ઉંચા આવ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદથી નદીઓ, ચેકડેમ, તળાવ છલોછલ ભરાયા છે. જે પછી બોરમાંથી 30 ફુટ જેટલા ઉંચા પાણીના ફુવારા (Fountain) ઉડ્તા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લાઠીના હરસુરપુર દેવળીયા ગામની વાડીના આ દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદ બાદ લાઠી ખાતે પાણીના તળ ઉંચા આવ્યા છે. જે પછી બોરમાંથી પાણી ઉડવાની ઘટના બની છે. બોરમાંથી પાણીના ફુવારા ઉડવાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

  • 26 Jul 2023 04:29 PM (IST)

    નવી સરકાર બન્યા બાદ પ્રથમ વાર રાજભવનમાં યોજાશે PMની પાઠશાળા

    ગુજરાતના(Gujarat) બે દિવસના પ્રવાસે આવનારા પીએમ મોદી(PM Modi)પ્રધાનોના કલાસ લેશે. જેમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વાર રાજભવનમાં PMની પાઠશાળા યોજાશે. PM મોદી ગુજરાતના મંત્રી મંડળ સાથે બેઠક કરશે. રાજભવનમાં મળનારી બેઠક માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

  • 26 Jul 2023 03:09 PM (IST)

    તથ્યનું લાયસન્સ થશે રદ, અમદાવાદ RTOએ શરુ કરી કાર્યવાહી

    અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાનાર તથ્ય પટેલ ( (Tathya Patel) સામે મોટી કાર્યવાહી હાથ ધરાઇ શકે છે. મળતી માહિતી મુજબ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઇ શકે છે. અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.

  • 26 Jul 2023 01:36 PM (IST)

    અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ

    • તથ્ય પટેલની જગુઆર કાર યાંત્રિક તપાસમાં સંપુર્ણ ફીટ
    • તથ્યએ ગાડીની બ્રેક મારી નહોતી, ગાડી ઓટો લોક થતા બ્રેક લાગી
    • આરટીઓના રિપોર્ટમાં સામે આવી તથ્યની કારની વિગતો
    • આરટીઓ ઇન્સ્પેક્ટરે ઝીણવટ ભરી તપાસ કરી
    • મોંઘીદાટ કાર હોવાથી આરટીઓ ઇન્સપેક્ટરે જગુઆરના શોરૂમમાં ત્રણ કલાક મેળવી માહિતી
    • જગુઆર ચલાવવા યોગ્ય ન હોવાથી જગુઆરના મિકેનિકને સાથે રાખી કરી તપાસ
    • જગુઆરનું બ્રેક કનેક્શન, સ્ટેરીંગ, એન્જીન અને ગીયર બોક્સની કરાઇ તપાસ
    • જગુઆર માત્ર સાત મહિના જુની ગાડી ૧૨૦૦૦ કીમી ચાલી રાઉસ પણ થઇ નથી
    • ગાડીમાં કોઇ યાંત્રીક ખામી નથી
    • ઓબજેક્ટ સાથે અથડાવાથી સીટબેલ્ટ લોક થઇ અને એરબેગ ખુલી
  • 26 Jul 2023 01:10 PM (IST)

    સુરત: રોગચાળાથી વધુ એકનુ મોત

    • સચિન GIDCમાં મલેરિયાથી 26 વર્ષીય મહિલાનું મોત
    • નિર્મલા વાસુરે બે દિવસથી મલેરિયાથી પીડાતી હતી
    • મહિલાને ગતરોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી
    • જ્યાં મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત થયુ
    • છેલ્લા બે મહિનામા ઝાડા, ઉલ્ટી, મલેરિયાથી 12 લોકો મોત થયા છે.
  • 26 Jul 2023 12:56 PM (IST)

    અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ

    • જેગુઆર કાર તથ્યને ગિફ્ટમાં મળી હોવાનું ખુલ્યું
    • પ્રજ્ઞેશ પટેલે દીકરાને લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં આપી
    • કંપનીમાં ભાગીદારના નામે કાર લઈને ગિફ્ટમાં આપી હોવાનો ખુલાસો
    • 9 વ્યક્તિનો ભોગ લેનાર જેગુઆર કાર દોઢ વર્ષ પહેલાં ગિફ્ટમાં મળી હતી
    • દોઢ વર્ષમાં 3 વખત તથ્ય કરી ચુક્યો છે અકસ્માત
  • 26 Jul 2023 12:55 PM (IST)

    વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ

    • એક કલાકમાં પડેલ વરસાદને કારણે વાપીના બંને અંડરપાસમાં ભરાયા પાણી
    • વાપીના મુખ્ય અંડરપાસ તેમજ નાના અંડરપાસમાં પાણી ભરાયા
    • વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હાલાંકી
    • 10 કિમિનો ચકરાવો કરવાનો વારો
    • તંત્રની કામગીરી પર સવાલ
  • 26 Jul 2023 12:45 PM (IST)

    અમદાવાદ: કેજરીવાલ સામે બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી

    • કેજરીવાલના વકીલ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે
    • સેશન્સ કોર્ટમાં રિવિઝન અપીલ દાખલ કરવામાં આવી છે
    • આરોપી નંબર 2 એટલે કે સંજયસિંહને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
    • સસ્પેન્શનને પડકારતી જે પ્રક્રિયાઓ છે તે કરવાની છે માટે નથી આવ્યા
    • અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વારંવાર ગેરહાજર રહેવાની કોર્ટે ગંભીર નોંધ લીધી
    • કંઈ પણ હોય કાયદો કાયદાનું કામ કરશે અને કોર્ટ પણ કોર્ટનું કામ કરશે : કોર્ટ
    • યુનિવર્સિટી તરફથી કેજરીવાલની ગેરહાજરી મામલે પણ ખાસ રજૂઆત કરાઈ
  • 26 Jul 2023 12:43 PM (IST)

    જૂનાગઢના કડીયાવાડમાં કાચા મકાનની દિવાલ ધરાશાય

    • સરકારી કુવા સામે આવેલ વણકરવાસમાં બની ઘટનાૉ
    • ત્રણ દિવસમાં બીજી ઘટના આવી સામે
    • કોઈ જાનહાનિ નહીં
    • તમામ ઘરના લોકો સુરક્ષિત
    • ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે
  • 26 Jul 2023 11:27 AM (IST)

    સુરેન્દ્રનગરના સાકર ડેરવાળા વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા

    • લખતર તાલુકાના સાકર ડેરવાળા વચ્ચે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા
    • ઉપરવાસમાં વરસાદ હોવાથી સાકર અને ડેરવાળા વચ્ચે કોઝવે પર ઘુટણસમા પાણી
    • લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઇ રહ્યા છે
    • પેસેન્જર ભરેલી જીપ ઉપરથી પસાર થતા વચ્ચે બંધ પડી
    • આસપાસના લોકોએ જીપ બહાર કાઢવામાં મદદ કરી
  • 26 Jul 2023 10:15 AM (IST)

    લંડનમાં બાબા બાગેશ્વરના દરબારમાં યુવતીએ બાબાને કરી ચેલેન્જ

    બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં લંડનમાં તેમનો દરબાર યોજી રહ્યા છે. લીસેસ્ટર વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે હજારો લોકો ઉમટ્યા હતા, લંડનમાં પણ ભારતમાં જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અહીં કોર્ટમાં પહોંચેલી એક યુવતીએ બાબા બાગેશ્વરને ખુલ્લો પડકાર આપ્યો હતો, જેનો તેણે સ્ટેજ પરથી જવાબ આપ્યો હતો.

    અહીં યુવતીએ બાબા બાગેશ્વરને કહ્યું કે તમારા દરબારમાં બધું સેટિંગ કરીને થાય છે અને અહીં પ્રવેશ મેળવવો સરળ નથી. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવો જવાબ આપ્યો કે અહીં સૌના હોશ ઉડી ગયા. તેણે યુવતીને કહ્યું કે તું તારી મરજી મુજબ જેને પણ લાવશે, અહીં માત્ર તેનું નામ ચીઠ્ઠી પર આવશે જે હું તું કોઈને લેવા જાય તે પહેલેથી જ લખીશ.

    જ્યારે છોકરીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કહેવા પર કોઈને લઈને આવી, ત્યારે તેણે તેના વિશે બધું કહ્યું જે પહેલાથી જ ચિઠ્ઠી પર લખેલું હતું. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આ અજાયબી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

  • 26 Jul 2023 10:10 AM (IST)

    તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપની તમામ 16 બેઠકો પર બિનહરીફ જીત

    તાલાલા માર્કેટ યાર્ડ (Talala Market Yard) કેસર કેરીની હરાજી માટે પ્રખ્યાત છે. ત્યારે માર્કેટ યાર્ડની તમામ 16 બેઠકો પર ડિરેક્ટરોની બિનહરીફ જીત થઈ છે. આ તમામ બેઠકો પર ભાજપના (BJP) તમામ ઉમેદવારો બિનહરીફ પસંદગી પામ્યા છે. ત્યારે તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

  • 26 Jul 2023 09:55 AM (IST)

    મહેસાણાથી અમેરિકા નીકળેલ યુવક સહિત 9 શખ્સ ગુમ થયાનો મુદ્દો

    • મહેસાણાના હેડૂવાથી અમેરિકા નીકળેલ યુવક સહિત 9 શખ્સ ગુમ થયાનો મુદ્દો
    • અમેરિકા મોકલવા ગેરન્ટર બનેલ યુવકની ધરપકડ કરાઇ
    • ગેરન્ટર સાવન ભાઈલાલભાઈ પટેલની કરાઈ ધરપકડ
    • અમેરિકા મોકલેલ સુધીર પટેલ અને એજન્ટ વચ્ચે હતો સાવન પટેલ
    • ₹75 લાખમાં થયેલા સોદામાં ₹1 લાખ સાવન પટેલને કમિશન મળવાનું હતું
    • અત્યાર સુધી આ કેસમાં કુલ 3 ની ધરપકડ કરાઈ
    • દિવ્યેશ પટેલ, શૈલેષ પટેલ અને ગેરન્ટર સાવન પટેલની કરાઈ ધરપકડ
    • sog પોલીસે સાવન પટેલની ધરપકડ કરી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી
  • 26 Jul 2023 09:55 AM (IST)

    અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા

    કન્જકટીવાઈટિસથી બચવા આટલું કરો

    • સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા જાળવો
    • હાથ અને મોઢું ચોખ્ખા રાખવા
    • સાબુથી સમયાંતરે હાથ અને મો વારંવાર ધોતા રહેવું
    • ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર બિનજરુરી રીતે જવાનુ ટાળો
    • સામાન્ય રીતે જો આંખોમાં લાલાશ-દુઃખાવો થાય
    • કે આંખોમાં ચીપડાં વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી
    • ડોકટરની સલાહ વિના આંખના ટીપા લઇને નાખવા નહીં
    • ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી
    • કન્જકટીવાઈટિસની અસર ધરાવતા દર્દીના વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી
    • દર્દીએ જાતે અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો
    • દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ
  • 26 Jul 2023 09:41 AM (IST)

    તહેવારોની સીઝનની શરૂઆત વચ્ચે 14 દિવસ બેંક બંધ રહેશે

    આ તારીખે બેંકો બંધ રહેશે

    • 6 ઓગસ્ટ (રવિવાર): દેશમાં રવિવારે બેંકો બંધ રહે છે.
    • 8 ઑગસ્ટ (મંગળવાર): તેન્ડોંગ લો રમ ફાટ- સિક્કિમમાં બેંકો બંધ છે.
    • 12ઓગસ્ટ (શનિવાર): દેશમાં બીજા શનિવારે બેંકો બંધ રહેશે.
    • 13 ઓગસ્ટ (રવિવાર): દેશમાં રવિવારે બેંકો બંધ રહે છે.
    • 15 ઓગસ્ટ (મંગળવાર): સ્વતંત્રતા દિવસ પર દેશમાં બેંકો બંધરહે છે.
    • 16 ઓગસ્ટ (બુધવાર): પારસી નવું વર્ષ (શહેનશાહી) – મહારાષ્ટ્રમાં બેંકો બંધ છે.
    • 18 ઓગસ્ટ (શુક્રવાર): શ્રીમંત સંકરદેવ પર્વ- આસામમાં બેંકો બંધ છે.
    • 20 ઓગસ્ટ (રવિવાર): દેશમાં બેંકો રવિવારે બંધ રહે છે.
    • 26 ઓગસ્ટ (શનિવાર): દેશમાં ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.
    • 27 ઓગસ્ટ (રવિવાર): દેશમાં બેંકો રવિવારે બંધ રહે છે.
    • 28 ઓગસ્ટ  (સોમવાર): પ્રથમ ઓણમ – કેરળમાં બેંકો બંધ છે
    • 29 ઑગસ્ટ (મંગળવાર): થિરુવોનમનો તહેવાર છે – આ દિવસે કેરળમાં બેંકો બંધ છે.
    • 30 ઓગસ્ટ (બુધવાર): રક્ષા બંધનના તહેવાર હોવાથી બેંકો બંધ છે.
    • 31 ઓગસ્ટ (ગુરુવાર): ઉત્તરાખંડ, આસામ, કેરળ, ઉત્તર પ્રદેશમાં રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લેબસોલ- બેંકો બંધ છે.
  • 26 Jul 2023 09:28 AM (IST)

    મહેસાણા: ઉંઝા APMCમાં આજથી વેપારીઓની હડતાળ

    • 133 મકાનના માલિકોની માલિકીના પ્રશ્નના નિકાલ લાવવા માગ
    • આજથી માર્કેટ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવા નિર્ણય
    • બે વેપારી સંગઠને પણ આ મુદ્દે ટેકો જાહેર કર્યો
    • ઉંઝા APMCમાં દુકાનો વેચાણથી આપવા મુદ્દે સર્જાયો છે વિવાદ
    • ભાડા પટ્ટાથી આપવાની 133 દુકાનો વેચી દેવાઈ હતી
    • વર્ષ 2017 – 18ના બોર્ડ દ્વારા દુકાનો વેચાણ અપાઈ હતી
    • નિયમ મુજબ દુકાન કે પ્લોટ ભાડા પટ્ટા પર જ આપી શકાય
    • નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થ તંત્ર ગાંધીનગર ના તા.20.11.1999 ના પરિપત્ર મુજબ બજાર સમિતિની માલિકીની દુકાનો, પ્લોટ જાહેર હરાજી થી શરતોને
    • આધીન માત્ર ભાડા પટ્ટે આપી શકાશે
    • છતાં 2017 – 18 માં સંચાલક મંડળે ઠરાવ કરી વેચાણ અપાઈ હતી દુકાનો
    • વેપારીઓ ને મકાન દુકાનો નો માલિકી હક નામે કરી આપ્યો હતો
    • ઉનાવા APMC ડિરેક્ટર હરેશ પટેલે આ મામલે કરી છે રજૂઆત
    • સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર માં રજૂઆત કરાઈ છે
    • તત્કાલીન સેક્રેટરી વિષ્ણુ પટેલ ને 27 જુલાઈએ હાજર રહેવા નોટિસ પણ અપાઈ છે
    • 2017 – 18 ના મેનેજમેન્ટ બોર્ડ ના સભ્યોને 27 જુલાઈએ નિવેદન આપવા હાજર રહેવા નોટિસ અપાઈ
    • તત્કાલીન સેક્રેટરી અને બોર્ડ ના સભ્યો ને 27 જુલાઈએ હાજર રહેવા નોટિસ
    • 2017 – 18 ના બોર્ડ સભ્યો અને સેક્રેટરી ના લેવાશે નિવેદન
  • 26 Jul 2023 08:30 AM (IST)

    જૂનાગઢ: ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં પતિ અને બે પુત્ર ગુમાવનાર મહિલાનું મોત

    • ગઈકાલે એટલે કે મંગળવારે મહિલાએ ઘટઘટાવ્યુ હતું એસિડ
    • મહિલાનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોડી રાતે મોત
    • મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
    • ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં કમિશનર અને ટીપીઓ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાતા મહિલાએ પગલું ભર્યું હોવાનું મૃતક મહિલાના ભાઈનો આક્ષેપ
  • 26 Jul 2023 08:06 AM (IST)

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની વનડે વર્લ્ડ કપ મેચની તારીખ બદલાઈ શકે છે

    ODI વર્લ્ડ કપમાં 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. પરંતુ હવે આ તારીખ બદલાઈ શકે છે. આ મેચ ફરીથી શેડ્યૂલ થઈ શકે છે. તમે વિચારતા જ હશો કે આવું કેમ થશે? તો તેનું મુખ્ય કારણ એ દિવસથી જ નવરાત્રિની શરૂઆત છે. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરબા થતા હોય છે. અને વળી પછુ ભારત-પાકિસ્તાન મેચનું સ્થળ, અમદાવાદ રાજધાની છે. આવી સ્થિતિમાં આઈસીસીએ બીસીસીઆઈને આ અંગે વિચાર કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે.

  • 26 Jul 2023 07:25 AM (IST)

    Vadodara : ઓવર સ્પીડ વાહનચાલકોની હવે ખેર નહીં, સ્પીડને લઇ પોલીસની મેગા ડ્રાઇવ

    Vadodara : વડોદરા શહેરમાં ઓવર સ્પીડમાં (over speed) વાહન ચલાવનાર વ્યક્તિઓ અને સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ એક્શનમાં આવી છે અને ઓવર સ્પીડ વાહનચાલકો પકડવા માટે ડ્રાઇવ શરૂ કરી છે.

    શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ સ્પીડ ગનથી સજ્જ ઇન્ટર સેપ્ટર વેન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. 30, 40 અને 50 કિમીની અલગ-અલગ વિસ્તારો માટે નક્કી કરાયેલી સ્પીડથી વધુ ગતિએ વાહન હંકારતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતાપગંજ વિસ્તારમાં 50 કિમીથી વધુની સ્પીડે વાહન હંકારતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સ્પીડે વાહન હંકારતા વાહન ચાલકોને ઇ-ચલણ મારફતે દંડ કરવામાં આવી રહ્યો છે.

    જુઓ વીડિયો

  • 26 Jul 2023 07:12 AM (IST)

    સમઢિયાળા ગામે રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા બે સિંહ, CCTVમાં કેદ થઇ ઘટના

    Gir Somnath : ગીર સોમનાથના સમઢિયાળા ગામના રહેણાંક વિસ્તારમાં મોડી રાતે બે સિંહ (Lion) ઘુસ્યા હતા. જે બાદ ગામના પાદરેથી ત્રણ ગાયોએ સિંહની પાછળ દોટ મૂકી હતી. તેથી બંને સિંહ ભાગી ગયા હતા. ગામ પાસે આવેલા ઉના-ખાંભા હાઇવે સુધી ગાયો સિંહ પાછળ દોડી હતી. જો કે, બાદમાં બંને સિંહોએ એક ગાય પર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું.

    જુઓ વીડિયો

  • 26 Jul 2023 06:34 AM (IST)

    Iskcon Bridge Accident: તથ્યએ કરેલા અકસ્માતકાંડ બાદ એક્શનમાં પોલીસ

    Ahmedabad: અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલ જેગુઆર અકસ્માત બાદ મણીનગરમાં પણ નબીરાઓ દ્વારા નશો કરીને રાતના સમયે ગાડી હંકારી હતી જે ગાડી અથડાઈ હતી અને પલટી મારી હતી. કારમાંથી બીયરની બોટલો પણ મળી આવી હતી. સદનસીબે કોઈ પણ જાનમાલને નુકસાન થયું ન હતું. જોકે શહેરમાં લોકો પૂરપાટ ઝડપે અથવા તો નશાની હાલતમાં ગાડીઓ હંકારવાનાં કિસ્સાઓ વધતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે.

Published On - Jul 26,2023 6:31 AM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">