વિશ્વકપ ફાઇનલ માટે અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, ITC નર્મદા હોટલ ફરતે ગોઠવાયો બંદોબસ્ત

અમદાવાદમાં વિશ્વકપની ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે ટીમ ઇન્ડીયા અમદાવાદ ખાતે પહોંચી છે. વસ્ત્રાપુરની ITC નર્મદા હોટલમાં ટીમ ઇન્ડીયા રોકાણ કરશે. ટીમ ઇન્ડીયાના આગમન પહેલા હોટલ ફરતે બંદોબસ્ત ગોઠવાયો છે. ભારતીય ટીમના સ્વાગત માટે ITC નર્મદા હોટલમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ફાઇનલમાં ભારત પહોંચ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 9:23 PM

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે અને વિશ્વ ક્રિકેટનો સૌથી મહામુકાબલો અમદાવાદના આંગણે યોજાવાનો છે ત્યારે ન્યુઝિલેન્ડને પરાસ્ત કર્યા બાદ, ભારતીય ટીમનું આજે સાંજે અમદાવાદમાં આગમન થશે. ભારતીય ક્રિકેટ ટીમ શહેરના વસ્ત્રાપુર સ્થિત ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. ભારતીય ટીમ જે હોટલમાં રોકાશે તેની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

World Cup final Team India reached Ahmedabad ITC Narmada Hotel

 આ પણ વાંચો : ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો, વૈભવી હોટેલોના ભાડા પણ એક લાખને પાર 

તો ITC નર્મદા હોટલમાં પણ ભારતીય ક્રિકેટ સ્ટાર માટે ખાસ વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી છે. હોટ્લમાં પ્રવેશતાની સાથે જ વિશ્વકપની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમને નવા વર્ષ સાથે વિશ્વકપમાં જીત માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે. ત્યારે આવો જોઇએ ITC નર્મદા હોટલમાં કેવી છે તૈયારી અને કેવો છે માહોલ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">