ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો, વૈભવી હોટેલોના ભાડા પણ એક લાખને પાર 

અમદાવાદમાં રવિવારે રમાનારી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 5 થી 7 ગણો વધારો થયો છે. જે ફ્લાઈટનું ઍરફેર 5000 રૂપિયા હતુ તેના હાલ 25000 રૂપિયા થયા છે. બીજી તરફ અમદાવાદની કેટલીક હોટેલોએ પણ વર્લ્ડકપને લઈને ભાડામાં ધરખમ વધારો કર્યો છે જેમા કેટલીક હોટેલનું એક રાતનું ભાડુ એક લાખ રૂપિયા થયુ છે.

ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો, વૈભવી હોટેલોના ભાડા પણ એક લાખને પાર 
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 25, 2023 | 3:53 PM

આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં જે  હોટેલના રૂમનુ એક રાતનુ ભાડુ 5 હજાર રૂપિયા હતુ તેના હાલ 50 હજાર રૂપિયા કરી દેવાયા છે. એટલુ જ નહીં કેટલીક હોટેલનો રેટ તો 1 લાખ રૂપિયા થયો છે. અત્યારથી મોટાભાગની હોટેલોના બુકિંગ ફુલ થયા છે અને કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ છે.

મોટાભાગની ફાઈવસ્ટાર, થ્રી સ્ટાર હોટેલના તમામ રૂમ બુક

અમદાવાદની નામાંકિત હોટેલની વાત કરીએ તો આઇટીસી વેલકમનું એક રૂમનો એક રાત્રિનો રેટે  એક લાખ રૂપિયા છે. હોટેલ વિવાન્તાનું એક રાતનુ ભાડુ 90 હજાર રૂપિયા કરાયુ છે. કોર્ટયાર્ડ મેરિયોટના 60 હજાર રૂપિયા જ્યારે રેનિસન્સના 55000 રૂપિયા અને હિલ્લોકના 63000 રૂપિયા એક રાતનું ભાડુ છે.  હાલ શહેરની ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટેલના મળીને 10 હજારથી વધુ રૂમ છે. જેમાંથી મોટાભાગના બુક થઈ ચુક્યા છે.

ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ઍરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જે ફ્લાઈટનું ભાડુ 3500 થી 5 હજાર રૂપિયા હતુ તે ફ્લાઈટની ટિકિટનું વન વે ફેર હાલ 25 થી 30 હજાર થયુ છે. ફ્લાઈટના ઍરફેરમાં રાતોરાત 5થી 7 ગણો વધારો કરી દેવાયો છે. જેમા

આજનું રાશિફળ તારીખ : 04-01-2025
LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?
  • અમદાવાદ-દિલ્લીનું ભાડુ 3,000થી વધીને 23 હજાર
  • મુંબઇ-અમદાવાદનું ભાડુ 4000થી વધીને 28 હજાર
  • કોલકાતાથી અમદાવાદનું ભાડુ 7 હજારથી વધીને 36 હજાર
  • ચેન્નઇ અમદાવાદનું ભાડુ 5 હજારથી વધીને 24 હજાર

આ પણ વાંચો: અમદાવાદ: ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ શાળાના બાળકો સાથે ક્રિકેટ રમ્યા, જુઓ વીડિયો

અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 5થી 7 ગણો વધારો

હાલ હોટેલ અને ઍરફેર બંનેમાં સામાન્ય દિવસ કરતા 15થી 20 હજાર રૂપિયા વધુ લેવાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી મુંબઈનું વન વે ઍરફેર 4 થી 5 હજાર આસપાસ હોય છે. જે હાલ 25 થી 30 હજાર રૂપિયા થયા છે. આટલો વધારો દિવાળીની રજાઓ કે પ્રવાસન સીઝન દરમિયાન પણ નથી હોતો. 19 નવેમ્બરે અમદાવાદ આવતી મોટાભાગની ફ્લાઈટની લગભગ તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. જેમા હાલ માત્ર જૂજ ટિકિટો જ ઉપલબ્ધ છે. સામાન્ય દિવસોમાં દિલ્હીથી અમદાવાદનું વન વે ઍરફેર 3500 રૂપિયા આસપાસ હોય છે, તેની 18 નવેમ્બરની ફ્લાઈટના ટિકિટના દર 23000 સુધી પહોંચ્યા છે. મુંબઈથી અમદાવાદનું સિંગલ ઍરફેર 3500 થી વધીને 28000 રૂપિયા થયુ છે. કોલકાતાથી અમદાવાદનું વન વે ફેર 7000છી વધીને 36000 થયા છે. ચેન્નાઈથી અમદાવાદમાં 5000 થી 24000 રૂપિયા થયા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">