વર્લ્ડ કપ ફાઇનલ : સૌથી મોટા સ્ટેડિયમમાં સૌથી મોટો મુકાબલો, સ્ટેડિયમ ફરતે અભેદ સુરક્ષા વ્યવસ્થા
સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો મુકાબલો થવાનો છે. નમો સ્ટેડિયમમાં જય હો ના નારા લાગશે. કાંગારૂઓને હરાવવા ટીમ ઇન્ડિયા સજ્જ થઈ છે. PM મોદી સ્ટેડિયમમાં હાજર રહી મેચ નિહાળશે તેવી માહિતી સામે આવી છે. મેચ પહેલા એર-શો અને સૂર્યકિરણ ટીમનું રિહર્સલ પણ યોજાયું હતું. આ સાથે સ્ટેડિયમ ફરતે અભેદ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
ક્રિકેટ મહાકુંભના સૌથી મોટા મેચને લઇને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ સજ્જ છે. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારા મહાજંગને નિહાળવા માટે દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ થનગની રહ્યા છે. ત્યારે ટુર્નામેન્ટમાં અજેય રહેલી ટીમ ઇન્ડિયા પણ ફરી કાંગારૂઓને હરાવવા માટે સજ્જ છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની દિગ્ગજ હસ્તીઓ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી મહામુકાબલાનો રોમાંચ માણશે. વર્લ્ડ કપ ફાઇનલને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમની બહાર અત્યારથી જ મેચનો માહોલ જામ્યો.
આ પણ વાંચો : વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની સાક્ષી બનવા માટે અમદાવાદ પહોંચી આથિયા શેટ્ટી, પતિ કે એલ રાહુલને કરશે ચિયર
અહીં ભારતની ટી-શર્ટ ખરીદવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મેચ પહેલા ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દિલધડક કરતબો કરશે. ત્યારે ફાઇનલ મુકાબલા પહેલા સૂર્ય કિરણ એરોબેટિક ટીમે રિહર્સલ કર્યું.





