Surat : શ્રમિક દિવસ નિમિતે હાર્દિક પટેલના સરકાર પર આકરા પ્રહાર, BJP માં જોડાવાની અટકળો વચ્ચે હાર્દિકનુ બદલાયેલુ વલણ !

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલે BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, ત્યારે હાલ હાર્દિક પટેલનુ ( Hardik Patel) બદલાયેલુ વલણ જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:14 AM

Surat  : સુરતમાં  શ્રમિક દિવસ (international Labor Day) પર યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) સરકાર પર આકરા પ્રહાર કર્યા અને શ્રમિકોને એક હાંકલ કરી. સાથે જ હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે, જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે સરકારે શ્રમિકોનો (Labor) હાથ છોડવાનું કામ કર્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં સુરતના 2થી 4 લાખ શ્રમિકોને એકઠાં કરી સંમેલન કરવા પણ તેમણે આહવાન કર્યું છે.

હાર્દિક પટેલે સરકારને આડે હાથ લીધી

તમને જણાવી દઈએ કે,દર વર્ષે 1 મે સમગ્ર વિશ્વમાં મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને લેબર ડે, શ્રમિક દિવસ, મે ડે વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. મજૂર દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં કામદારોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો છે. 1 મે, 1886 ના રોજ, અમેરિકામાં આંદોલન શરૂ થયું, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે દરેક કામદારને દિવસમાં માત્ર 8 કલાક કામ કરવું જોઈએ.ત્યારે આ દિવસ નિમિતે સુરતમાં પણ એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હાર્દિક પટેલે સરકારને (BJP Government) આડે હાથ લીધી હતી. સાથે જ તેણે બધા શ્રમિકોને એક થઈને સંમેલન કરવા પણ જણાવ્યું હતુ.

વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે.થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસના નેતાઓને પડતા મુકીને હાર્દિકે ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ હાલ હાર્દિકનુ ભજપ પ્રત્યેનુ વલણ બદલાયેલુ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">