AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સુરત(Surat)આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના મંત્રી વિનુ મોરડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિનુ મોરડિયા એ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મહેમાનો તો ગુજરાતમાં આવે છે અને જતા રહે છે.

Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે
Gujarat Minister Vinu Moradiya on Kejriwal Visit
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 6:14 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો એકબીજા પર શાબ્દિક પ્રહારો વધતા જાય છે. ગુજરાતમાં હવે અન્ય મોટી પાર્ટીઓના નેતાઓની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સુરત(Surat)આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ફ્રેન્ડલી મેચ રમતી હતી. આટલા વર્ષોથી શાસનમાં રહેલી ભાજપ પાર્ટી હવે આમ આદમી પાર્ટીથી ડરી રહી છે અને એટલા માટે જ વિધાનસભા ચૂંટણીઓની તારીખ જલ્દી જાહેર કરી શકે છે.

જોકે તેની સામે આજે ગુજરાતના મંત્રી વિનુ મોરડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિનુ મોરડિયા એ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મહેમાનો તો ગુજરાતમાં આવે છે અને જતા રહે છે.ચૂંટણી આવે ત્યારે અન્ય રાજ્યોના મહેમાન આવતા હોય છે. કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે ઉમેર્યું હતું કે વિધાનસભા ભંગ કરવાના કે ચૂંટણી વહેલી યોજવાના તેમને સપના દેખાય છે. ચૂંટણી યોજવાનું કામ ચૂંટણી આયોગનું છે, કોઈ પણ સરકારનું નથી. ચૂંટણી તેના નિયત સમય થશે તેવી વાત પણ મંત્રી વિનુ મોરડિયા એ કરી હતી.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર વિપક્ષમાં બેસીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી લેનાર આમ આદમી પાર્ટી હવે વિધાનસભામાં જીતવા તનતોડ મહેનત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ આપના આ મનસૂબાને નાકામ કરવા બનતા તમામ પ્રયત્નો કરી રહી છે.

આ ઉપરાંત દિલ્હીના સીએમ  કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ભંગ કર્યા બાદ દસથી બાર દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે. બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ ભરૂચ જિલ્લામાં તેની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Mehsana : વડનગર ખાતે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત “ગુજરાત ગૌરવ દિવસની” ઉજવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">