રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો, 18.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ ભુજ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 10:42 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં ઠંડીના ચમકારાની અસર જોવા મળે છે. ગુજરાતના 5 શહેરોમાં 20 ડિગ્રીથી નીચુ તાપમાન જોવા મળ્યુ હતુ. જેના પગલે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર ભૂજ બન્યુ છે. જેમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો બનાસકાંઠાના ડિસામાં 19.4 અને રાજકોટમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયુ હતુ.

જો કે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે. જેમાં આગામી 3 દિવસ બાદ ઠંડીનુ પ્રમાણ વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તો અમદાવા- વડોદરામાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા,દાહોદ,સુરેન્દ્રનગર નર્મદા,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">