કચ્છનું સફેદ રણ દરીયામાં ફેરવાયું, દરિયાની જેમ મોજાં ઉછળતા જોવા મળ્યા, Videoમાં જુઓ નયનરમ્ય નજારો
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યાર કચ્છમા પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મીઠાની સફેદી માટે જાણીતું કચ્છનું સફેદ રણ ભારે વરસાદને પગલે દરિયામાં ફેરવાયું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યાર કચ્છમા પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મીઠાની સફેદી માટે જાણીતું કચ્છનું સફેદ રણ ભારે વરસાદને પગલે દરિયામાં ફેરવાયું છે. રણમાં દરિયાની જેમ મોજાં ઉછળતા જોવા મળ્યા છે. ત્યારે રણનો અદભુત આકાશી નજારો સામે આવ્યો છે. ડ્રોન કેમેરામાંકેદ થયેલું રણનું આ રૂપ અનેરુ છે.ધોરડોના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનુ ટાપુ તેવું લાગી રહ્યું છે. દર વર્ષે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી રણોત્સવ યોજાય છે. પરંતુ આ વર્ષે પાણી ભરાતા રણોત્સવ મોડો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે શિયાળામાં ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ધોધમાર વરસાદ ખાબકતા રણ પ્રદેશ દરિયામાં ફેરવાઈ ગયું છે. ધોરડોના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનુ ટાપુ તેવું લાગી રહ્યું છે.
