Jamnagar : ખેડૂતને ઓનલાઇન ઘઉં વેચવા પડ્યા ભારે ! સોશિયલ મીડિયા પર મળેલા ગ્રાહકે કરી 2 લાખથી વધુની ઠગાઈ, જુઓ Video
મોટાભાગના લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે ત્યારે અનેક વખત છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરમાંથી વિજરખી ગામે ગજબની ઘટના બની હતી. ઓનલાઈન ઘઉં વેચનાર એક ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યો છે.
મોટાભાગના લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે ત્યારે અનેક વખત છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરમાંથી વિજરખી ગામે ગજબની ઘટના બની હતી. ઓનલાઈન ઘઉં વેચનાર એક ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યો છે.
જામનગરના વિજરખી ગામનાં ખેડૂત દેવાયતભાઈ મેઘાભાઈ ખીમાણીયાએ સોશિયલ મીડિયા પર ઘઉં વેચવાની પોસ્ટ મુકી હતી. હિંમત ચૌહાણ નામના શખ્સે ફોન કરી રાજકોટમાં પોતે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હોવાની ઓળખ આપી. ઘઉંનો સોદો નક્કી કરીને 27 મે ની રાત્રે અન્ય 2 શખ્સોને સાથે લાવી ટ્રકમાં 372 મણ ઘઉં લઇ ગયા હતા. ખરીદીનાં રૂપિયા બે લાખ ચાર હજાર છસ્સોનો ચેક પણ આપ્યો હતો. પરંતુ જ્યારે ખેડૂતે આ ચેક ખાતામાં ભર્યો ત્યારે તે બાઉન્સ થયો હતો.
રાજકોટનાં શખ્સે ત્યારબાદ આંગડીયાથી નાણાં મોકલી આપવાની વાત કરી પણ નાણાં ન મોકલ્યા. ખેડૂતે પંચકોશી એ-ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે વેપારી હિમત અને આઈસરના ચાલક સુલતાન હુસેન પતાણી તથા અન્ય એક સખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ

ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો

અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
