ભાવનગર વીડિયો : પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, ઊભા પાકમાં રોગચાળો થવાની ભીતિ, જુઓ વીડિયો
ભાવનગરના શિહોર, પાલિતાણા, મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યા છે. તો ભારે અંધારપટ સાથે ચોમાસા જેવુ જ વરસાદી વાતાવરણનો માહોલ જોવા મળે છે. તો ભર શિયાળામાં કમોસમી વરસાદ વરસતા રોગચાળો અને ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ છે. શિયાળાની શરુઆતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના પગલે ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભાવનગરના શિહોર, પાલિતાણા, મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યા છે. તો ભારે અંધારપટ સાથે ચોમાસા જેવુ જ વરસાદી વાતાવરણનો માહોલ જોવા મળે છે.
તો ભર શિયાળામાં કમોસમી વરસાદ વરસતા રોગચાળો અને ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ છે. શિયાળાની શરુઆતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો રાજકોટના માલિયાસણમાં બરફની ચાદર જોવા મળી હતી. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. તેમજ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા.
