વીડિયો : ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યુ, ઠંડીનો ચમકારો વધ્યો, કેટલાક વિસ્તારમાં જ પડશે છૂટોછવાયો વરસાદ

વીડિયો : ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યુ, ઠંડીનો ચમકારો વધ્યો, કેટલાક વિસ્તારમાં જ પડશે છૂટોછવાયો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2023 | 10:39 AM

આજે સવારથી જ 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડ્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતના માથેથી કમોસમી વરસાદનું સંકટ ટળ્યુ છે. આજથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે સવારથી જ 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડ્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચો- ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય, વાહન વ્યવહાર પર થઇ અસર, જુઓ વીડિયો

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આજથી રાજ્યમાં ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. સાથે જ હવામાન વિભાગે પણ ભારે વરસાદની કોઇ જ આગાહી નથી કરી. માત્ર એકાદ જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, તો ક્યાંક છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. મહત્વપૂર્ણ છે કે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફથી આગળી નીકળી ગઇ છે અને હવે વરસાદની કોઇ જ શક્યતા નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">