હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે, રેઈનકોટ રાખજો તૈયાર- Video
રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. નવરાત્રીના તહેવારમાં તો વરસાદ વિઘ્ન બનશે, જ આ સાથે આગામી 72 કલાક પણ ગુજરાત માટે ભારે રહેશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક સ્થળોએ 10 ઈંચ વરસાદ ખાબકી શકે છે.
રાજ્યના હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યુ છે કે આગામી 72 કલાક ગુજરાત માટે અતિ ભારે રહેવાની શક્યતા છે. આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. અંબાલાલની આગાહી મુજબ મુંબઈથી સુરત સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની વકી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
નવરાત્રીના તહેવારમાં પણ વરસાદ વિઘ્ન બનશે, ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી આપી છે. આ વખતે મેઘરાજા નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે. પ્રારંભિક નોરતામાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. 5 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે.
આ તરફ ગુજરાત પર વધુ એક ભીષણ વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યુ છે. અંબાલાલની આગાહી અનુસાર ઓક્ટોબર માસમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે.
રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બર માસથી જ રાજ્યમાં કાતીલ ઠંડીનો પ્રારંભ થશે. ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે કે 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. લાનિનોની અસર થશે તો ઠંડી વધુ તીવ્ર બની શકે છે. 22 ડિસેમ્બરથી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. 27 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો અનુભવાશે.