હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં 11 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, આ જિલ્લામાં તૂટી પડશે વાદળો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં ફરી એકવાર વાદળો ઘેરાશે. 11 તારીખથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને અને કેટલાક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 11 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાત, બિહાર, રાજસ્થાનમાં ભારે વરસાદની વકી છે. કેટલાક સ્થળોએ એકસામટો 14 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ તોફાની પૂરની પણ શક્યતા રહેશે. આ તરફ નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થશે. સાબરકાંઠા, હિંમતનગર, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે.
Input Credit- Ravindra Bhadoria- Ahmedabad
Published on: Sep 10, 2024 01:35 PM
Latest Videos