હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી, આ તારીખથી ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ -Video

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 14 જૂનથી વિધિવત રીતે ચોમાસુ બેસી શકે છે. આ વર્ષે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે જુલાઈ અને ઓગષ્ટમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2024 | 4:15 PM

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આગામી 14 જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. એ પહેલા 7 થી 14 જૂન વચ્ચે મજબુત પ્રિ-મોન્સુન એક્ટિવિટી જોવા મળી શે છે. જુલાઈ અને ઓગષ્ટમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નિરનિરંતર ચોમાસુ રાજ્યમાં 14 મી જુનથી 28મી જુન સુધી રહેવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં જુલાઈ ઓગષ્ટમાં ભારે વરસાદ થશે. જ્યારે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ પડી શકે છે. દેશના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાશે.

ગુજરાતવાસીઓએ દેહ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે: અંબાલાલ

આ તરફ ગરમીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને ચિંતાજનક આગાહી કરી છે.  26 મે સુધી હજુ ગુજરાતવાસૂઓએ દેહ દઝાડતી ગરમીની સહન કરવી પડશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમીના એંધાણ છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં કાળજાળ ગરમી પડી શકે છે. રાજ્યમાંમ 26 મે થી ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી શકે છે. 26મે મે થી ગરમીમાં એકાએક ઘટાડો થશે. 26મેથી 4 જૂન વચ્ચે તાપમાન 38 ડિગ્રી સુધી ગગડશે

રાજ્યના હવામાન વિભાગે પણ જણાવ્યુ છે કે  રાજ્યમાં હજુ ચાર દિવસ હીટવેવનો સામનો કરવો પડશે. રાજ્યના 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ અને ગાંધીનગરવાસીઓએ ખૂબ સાવચેત રહેવુ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતવાસીઓએ ચાર દિવસ હીટવેવનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: અમેરિકામાં રહેતા પુત્રને મોકલેલી કેસર કેરીઓ યુએસ ઈમિગ્રેશન વિભાગે ફેંકાવી દેતા શિક્ષક પિતાએ ઉઠાવી જહેમત, વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડી વતનની કેસર

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">