PM Modi Gujarat Visit : પીએમ મોદીએ કહ્યું કે હવે મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી પહોંચશે
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે બનાસકાંઠાના થરાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેમજ આઅ પ્રસંગે સંબોધનના પીએમ મોદીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજનાના પગલે હવે હવે મા નર્મદાનું પાણી કેનાલમાં આવશે . તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી આવવાનું છે. આ યોજનાને સાર્થક કરવા માટે મે લડત આપી છે.
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે બનાસકાંઠાના થરાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેમજ આ પ્રસંગે સંબોધનના પીએમ મોદીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજનાના પગલે હવે હવે મા નર્મદાનું પાણી કેનાલમાં આવશે . તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી આવવાનું છે. આ યોજનાને સાર્થક કરવા માટે મે લડત આપી છે. તેમજ પાણીથી ખેતીપાલન અને પશુપાલનની સંભાવના વધી છે.લોકો ગામડે ગામડે પાણીની પરબ બાંધે છે. તેમજ વિકાસમાં નાના પશુપાલકોની ભાગીદારી વધી છે.
આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે અને દેશવાસીઓ પણ ખૂબ જ દુઃખી થયા છે. દુઃખની આ ઘડીમાં આપણા સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. મોરબી દુર્ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા બનાસકાંઠાના થરાદમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું હું આખી રાત ઉંઘી શક્યો નથી. મોરબીની દુર્ઘટનાથી સંબોધનની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે હું રવિવારે રાતભર અને સોમવારે સવારે પણ સતત અધિકારીઓ સાથે સંપર્કમાં રહ્યો. આ પીડાયદાયક પળે સૌ કોઈ મોરબીના લોકોની સાથે રહેશે. NDRF, નેવી, વાયુસેના, આર્મીના જવાનો બચાવ અને રાહત કામમાં જોડાયા છે. આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ કસર નહીં રાખવામાં આવે તેવી બાંહેધરી પણ વડાપ્રધાને આપી.
મોરબી દુર્ઘટનાની જાણકારી મળતા જ CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી સંભાળી લીધી છે..,, વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉત્તર ગુજરાત માટે પીવાનું પાણી જરૂરી હોવાથી દુઃખની ઘડીમાં વ્યથિત મન સાથે વિકાસના કામોનું લોકાર્પણ કરી રહ્યો છું..,, આ કપરી પળે તમારા પ્રેમ અને કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કારને કારણે તમારી વચ્ચે આવ્યો છું.