AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi tragedy : કોંગ્રેસી નેતાઓએ ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને આપી સાંત્વના, અશોક ગેહલોતે કરી ન્યાયિક તપાસની માંગણી

મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 31.10.22નાં રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર 'પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, લલિત કગથરા, મોરબી (Morbi) પહોચ્યા હતા અને ઇજાગ્રસ્તોના  ખબર અંતર પૂછ્યા હતા તેમજ  જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા  તેમના પરિવારોને સાંત્વના પણ પાઠવી હતી.

Morbi tragedy : કોંગ્રેસી નેતાઓએ ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને આપી સાંત્વના, અશોક ગેહલોતે કરી ન્યાયિક તપાસની માંગણી
Ashok Gehlot (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 2:52 PM
Share

મોરબી  દુર્ઘટનાને પગલે રાજકારણ પણ તેજ થયું છે. આ ગોઝારી ઘટના બાદ અશોક ગેહલોત સહિતના કોંગ્રસી નેતાઓ  મોરબીની સિવીલ હોસ્પિટલ પહોંચ્યા છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આક્ષેપ કર્યો કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહો સોંપાયા છે. તેમજ અશોક ગેહલોતે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસની માંગણી કરી છે અને 3 મહિનામાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી માંગ પણ કરી છે. અશોક ગેહલોતે  દાવો કર્યો હતો કે આ ઘટનામાં SIT નો કોઇ વિકલ્પ જ નથી,  તેમણે કહ્યું હતું કે પુલ પર વધુ લોકો હોવાને કારણે દુર્ધટના ઘટી છે. ત્યારે કોની પરવાનગીથી બ્રિજ ખોલવાની મંજૂરી અપાઇ તે મોટો સવાલ  છે.

ત્યારે   હવે  મોરબીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓ મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને આપવામાં આવેલી સહાયથી માંડીને  પુલના કામકાજ અંગે પ્રશ્નો કરીને સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન અર્જુનસિંહ તેમજ લલિત કગથરા હોસ્પિટલની મુલાકાત દરમિયાન ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને ભાવુક થઈ ગયા હતા.  તો  કોંગ્રેસની પરિવર્તન યાત્રા પણ આજના દિવસ  પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.

કોંગ્રેસની પરિવર્તન યાત્રા એક દિવસ પૂરતી મોકૂફ

મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 31.10.22નાં રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર ‘પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી હતી. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વરિષ્ઠ નેતા બી. કે. હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા સહિત  કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, લલિત કગથરા, મોરબી પહોચ્યા હતા અને ઇજાગ્રસ્તોના  ખબર અંતર પૂછ્યા હતા તેમજ  જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા  તેમના પરિવારોને સાંત્વના પણ પાઠવી હતી.

સમગ્ર ગુજરાત શોકમગ્ન

મોરબીની આ કરૂણાંતિકાને પગલે  સમગ્ર ગુજરાત જાણે શોકમગ્ન થઈ ગયું હતું.  ત્યારે  રાજનેતાઓથી માંડીને   સામાન્ય લોકોએ પણ  સ્થળની અંગત મુલાકાત લઈને તો કોઈએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના  સોશિયલ મીડિયા પણ પોતાની દુઃખદ લાગણી પ્રદર્શિત કરી હતી.  ઘણા બધા સામાન્ય નાગરિકો એવા છે જેઓ શોકગ્રસ્તોના દુઃખમાં ભાગ પડાવવા માગતા હોય તેમ પોત પોતાના ફોનમાં  શોકાંજલિના સ્ટેટસ અને  શ્રદ્ધાંજલિઓના સ્ટેટસ પણ મૂક્યા હતા.  તો કેટલાય લોકો સ્વૈચ્છિક રીતે સેવાકાર્યમાં પણ જોડાઈ ગયા હતા.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">