Canada માં ભારતીયો સુરક્ષિત છે કે પછી વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, જાણવા માટે જુઓ કેનેડાથી EXCLUSIVE LIVE VIDEO
કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયોને લઈ મળી રહેલી પ્રથમ ટિપ્પણી મુજબ કેનેડામાં જે રીતે હાલમાં સ્થિતિ ને લઈ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તેનાથી વિપરીત છે. આ વચ્ચે કેનેડામાં ભારતીયો સુરક્ષિત છે કે પછી વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે કે શું પરિસ્થિતી છે તેને લઈને TV9 દ્વારા કેનેડામાં હ્યુમન્સ ફોર હારમની સંસ્થા સાથે જોડાયેલા મહાનુભાવ સાથે ખાસ વાતચીત
કેનેડા અને ભારત વચ્ચે હાલમાં ચાલી રહેલા વિવાદ અને તણાવના માહોલ વચ્ચે Tv9 ડિજિટલ દ્વારા ખાસ વાતચીત કેનેડા સ્થિત હ્યુમન્સ ફોર હારમની સંસ્થા સાથે અને સ્થાનિક પત્રકાર સાથે જોડાયેલા મહાનુભાવ સાથે કરવામાં આવી હતી. કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયોને લઈ મળી રહેલી પ્રથમ ટિપ્પણી મુજબ કેનેડામાં જે રીતે હાલમાં સ્થિતિ ને લઈ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તેનાથી વિપરીત છે.
આ પણ વાંચો : સંસદમાં નારી શક્તિ વંદન કાયદો પસાર, મહિલા સાંસદોએ PM મોદીનો વ્યક્ત કર્યો આભાર, જુઓ PHOTOS
કેનેડામાં દેશ ભક્તિના ગીતોની સ્પર્ધા થી લઈ ગણેશ વિસર્જનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ કોઈ પણ જાતના વિવાદમાં પડ્યા વગર કે જુના વોટ્સએપ ફોર્વડિંગ માં પડ્યા કે કોઈ સાથે ટસલમાં ઉતર્યા વગર ભણવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ અંગે ની ખાસ વાતચીતનો વિડિઓમાં તમામ પ્રકારની માહિતી અને સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
