બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમનો ગેટ ખરાબ થતા ખૂલ્લો રહેતા પાણીનો વેડફાટ, જળાશય ખાલી થવાની ભીતી
બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમનો ગેટ ખરાબ થવાને લઈ ડેમના પાણીનો વેડફાટ થવા લાગ્યો છે. ડેમના ગેટનો રોડ ખરાબ થઈ જવાને લઈ ડેમ ખૂલ્લો રહેતા પાણી બીનજરુરી રીતે વહી જઈ રહ્યુ છે. જેને લઈ સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાયો છે. દાંતીવાડા ડેમના દરવાજાને રીપેર સત્વરે કરવાની માંગ કરવામાં આવી છે.
દાંતીવાડા ડેમ ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી સારી આવક થવાને લઈ 100 ટકા ભરાતા ખેડૂતોને મન મોટી રાહત સર્જાઈ હતી. ડેમમાં 394 એમસીએમ કરતા વધારે જળસંગ્રહ થયો હતો. પરંતુ હવે દરવાજાની ખરાબીને લઈ પાણી વહી જવા લાગ્યુ છે. ખેડૂતોમાં હવે દાંતીવાડા ડેમ સંપુર્ણ ખાલી થઈ જવાની ભીતી સર્જાઈ છે.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
ડેમનો દરવાજો ખરાબ થવાને લઈ પાણી મોટી માત્રામાં વહી જઈ રહ્યુ છે. ચોમાસામાં પાણીની નોંધપાત્ર આવક થવાને લઈ જળસંગ્રહ ખેડૂતોને માટે ખુશ કરનારો હતો. પરંતુ હાલમાં પાણી વહી જવાને લઈ ખેડૂતોના જીવ જાણે કે તાળવે ચોંટ્યા હોય એમ છે. મહામુલૂ પાણી વહી જવાને લઈ જીવ બળી રહ્યો છે. જોકે ડેમ સત્તાવાળાઓએ કહ્યુ છે કે, આ માટે સતત પ્રયાસો જારી છે અને નિષ્ણાંત ટીમો પણ દરવાજાને રીપેર કરવા માટે પહોંચી શકે છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો