જામનગર સમાચાર : સરકારી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા મારતા હોવાનો વીડિયો થયો વાયરલ
જામનગરની સરકારી જીજી હોસ્પીટલમાં ફરી એકવાર કૂતરાઓ આંટાફેરા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હોસ્પિટલના અંદરના પટાગણમાં એક સાથે અનેક કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. આ પહેલાં પણ રખડતા પશુઓ હોસ્પિટલની અંદર જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં શ્વાન વોર્ડની અંદર ખાટલા પર બેઠા હોવાનુ સામે આવ્યુ હતું.
રોડ રસ્તા પર તો આપણે શ્વાનને અને રખડતા ઢોરને ફરતા જોયા હશે, પરંતુ જો જામનગરની વાત આવે ત્યારે એવુ કહી શકાય કે જ્યાં સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન લટારમારતા જોવા મળે. જામનગરની સરકારી જીજી હોસ્પીટલમાં ફરી એકવાર કૂતરાઓ આંટાફેરા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હોસ્પિટલના અંદરના પટાગણમાં એક સાથે અનેક કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.
આ પહેલાં પણ રખડતા પશુઓ હોસ્પિટલની અંદર જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં શ્વાન વોર્ડની અંદર ખાટલા પર બેઠા હોવાનુ સામે આવ્યુ હતું. દર વખતે હોસ્પિટલ તંત્ર દ્રારા કડક કાર્યવાહીનો દાવો કરવામાં આવે છે.પરંતુ બધું વાતોના વડા જેવું છે. થતું કંઈ નથી.
હોસ્પિટલમાં સિકયોરીટી માટે કરોડો રૂપિયોનો ખર્ચ થયો પરંતુ દર્દીઓની સાથે રખડતા પશુઓ પણ હોસ્પિટલની અંદર આરામથી લટાર મારતા જોવા મળે છે. ત્યારે હવે પગતળે રેલો આવતાં હોસ્પીટલનું તંત્ર ફરી એની એજ કાર્યવાહીનું જૂનું ગીત વગાડે છે.





