Ahmedabad: બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા

બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 8:00 AM

ગુજરાતમાં એક તરફ શિયાળાની ઠંડીમાં વધારો થતો જઇ રહ્યો છે. બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. નાના બાળકોમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. તો આ સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો પણ અમદાવાદ શહેરમાં વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે.

વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ

રાજ્યમાં બેવડી ઋતુઓને કારણે વધુ ને વધુ લોકો બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા છે. બાળકો પણ વાયરલ ઇન્ફેક્શન ફેલાઇ રહ્યું છે. જેના કારણે કુલ પૈકી 15 ટકા બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. બાળકોમાં તાવ, શરદી અને ઉધરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

ઓરીના રોગચાળામાં વધારો

બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેમાં બાળકોમાં દરરોજ નવા 10 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને AMCના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.. આરોગ્ય તંત્રએ અમદાવાદ શહેર, જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીઓને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોમાં જો ઓરીના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં તેની સારવાર માટે મોકલી આપવા.આ દરમિયાન અસરગ્રસ્ત બાળકને શાળામાં રજા આપવાની રહેશે.જ્યાં સુધી બાળક સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળાએ ન મોકલવા શાળાએ વાલીને જાણ કરવાની રહેશે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">