Dakor: ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય સ્થગિત થવાની શક્યતા, TV9ના અહેવાલ બાદ જાગ્યું મંદિર ટ્રસ્ટ, જુઓ Video
ડાકોર રણછોડરાય મંદિરમાં વીઆઈપી દર્શન કરવાની શરુઆત કરવામાં આવી હતી. જેને લઈ સ્થાનિકો અને ભક્તોએ વિરોધ દર્શાવ્યો હતો. દર્શન માટે 500 રુપિયા લેવાની શરુઆત કરવામાં આવતા વિરોધની શરુઆત થઈ હતી. વીઆઈપી દર્શન પ્રથા શરુ કરવાને લઈ વિવાદ સર્જાયો હતો. હવે આ પ્રકારે દર્શનની વ્યવસ્થા સ્થગિત કરવામા આવનાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ડાકોરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડાકોર રણછોડરાય મંદિરમાં વીઆઈપી દર્શન કરવાની શરુઆત કરવામાં આવી હતી. જેને લઈ સ્થાનિકો અને ભક્તોએ વિરોધ દર્શાવ્યો હતો. દર્શન માટે 500 રુપિયા લેવાની શરુઆત કરવામાં આવતા વિરોધની શરુઆત થઈ હતી. વીઆઈપી દર્શન પ્રથા શરુ કરવાને લઈ વિવાદ સર્જાયો હતો. હવે આ પ્રકારે દર્શનની વ્યવસ્થા સ્થગિત કરવામા આવનાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ટ્રસ્ટીઓની બેઠકમાં નિર્ણય લઈને હવે વીઆઈપી દર્શન માટે 500 રુપિયા લેવાની શરુઆત કરવામાં આવી હતી. આ નિર્ણયને હાલમાં સ્થગિત કરવામાં આવશે. બીજી તરફ ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગો સહિત કેટલાક લોકો માટે ખાસ દર્શનની વ્યસ્થા ગોઠવવામાં આવશે. આમ હવે વિવાદના બાદ મંદિરમાં વીઆઈપી દર્શન વ્યવસ્થા બંધ કરવામાં આવશે એવી સંભાવનાઓ છે. TV9 દ્વારા આ અંગેના અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યા હતા. જેના બાદ મંદિર ટ્રસ્ટ હવે જાગ્યુ છે અને નિર્ણય હાલ પુરતો સ્થગિત કરવાની ગતિવિધી હાથ ધરાઈ છે.
