Gujarati Video: IAS અધિકારીઓની કરાઇ બદલી, સોનલ મિશ્રા કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 11:01 PM

Gandhinagar: રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓની બદલી, સોનલ મિશ્રા દિલ્હી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે, તો મિલિંદ તોરવણેની ગ્રામીણ વિકાસના કમિશનર તરીકે બદલી કરાઈ છે. જ્યારે મનોજકુમાર દાસને અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી પદે રાજકુમારે ચાર્જ સંભાળી લેતા તેમની બદલીથી ખાલી પડેલા બે વિભાગો તેમજ એક સિનિયર મોસ્ટ અધિકારીને સચિવાલય બહાર જાહેર સાહસમાં નિયુક્તિ આપવામાં આવતા તેમના વિભાગનો ચાર્જ અન્ય ત્રણ અધિકારીઓને આપવામાં આવી છે. જેમા ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને અને ઉદ્યોગ વિભાગનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણીને આપવામાં આવ્યો છે. એ ઉપરાંત પંચાયત વિભાગનો વધારાનો ચાર્જ રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સોનલ મિશ્રાને સોંપવામાં આવ્યો છે.

IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા સોનલ મિશ્રા દિલ્હી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે. સોનલ મિશ્રાની  કેન્દ્રમાં મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટપ્રિનિયોરશીપમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરી છે. તેમની આ નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

તો આ તરફ મિલિંદ તોરવણેની ગ્રામીણ વિકાસમાં કમિશનર તરીકે બદલી કરાઈ છે. તો મનોજકુમાર દાસને અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી સોંપાઈ છે. તેમની આ નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

આ પણ વાંચો:રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે સંભાળ્યો ચાર્જ, પંકજ કુમારે આપી શુભેચ્છાઓ 

આ તરફ રાજ્ય સરકારે અન્ય બે અધિકારીઓની પણ બદલી કરી છે. જે પૈકી ડાંગના કલેક્ટર ડીજે જાડેજાને ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડાંગ જિલ્લાના ડીડીઓ ડૉ. વિપિન ગર્ગને ડાંગના કલેક્ટરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati