Video: સસ્તા અનાજના દુકાનદારોએ વિવિધ માગણીઓ મુદ્દે કલેક્ટરને આપ્યુ આવેદન, કમિશન નિયમિત કરવા સહિતના મુદ્દાનો સમાવેશ

Surendranagar: સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોએ તેમની વિવિધ માગણીઓ જેવી કે કમિશન નિયમિત કરવુ, ગ્રાહકોના બે-બે વાર લેવામાં આવતા અંગૂઠાની કાર્યવાહી ઘટાડવી સહિતના મુદ્દાઓ મુદ્દે કલેક્ટરે આવેદનપત્ર પાઠવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:39 PM

સુરેન્દ્રનગરમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારો વિવિધ માગણીઓને લઈ રોષ વ્યક્ત કર્યો છે. FPS એસોસિએશન એટલે કે રેશનિંગના દુકાનદારોએ કમિશન ફિક્સ કરવા સહિતની માગણીઓ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે અને આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

વેપારીઓને મળવાપાત્ર કમિશન નિયમિત કરવા રજૂઆત

FPS એસોસિએશનના સુરેન્દ્રનગરના પ્રમુખ પ્રમાણે માસિક 20 હજાર રૂપિયા કમિશન ફિક્સ કરવું, કમિશનમાંથી TDS ન કાપવો, નિયમિત કમિશન ચૂકવવું, બાયોમેટ્રિક વેરીફાઈ માન્ય રાખવું અને મજૂરો દ્વારા માગવામાં આવતી ચા-પાણીની રકમ બંધ કરાવવા સહિતની માગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. જો આ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો જિલ્લામાં અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: Video: ઐતિહાસિક ધરોહરને નુકસાન, સુરેન્દ્રનગરમાં થાનગઢ નજીક આવેલા સુરજદેવળ મંદિર આસપાસ ગેરકાયદે ખનિજ ચોરી કરાતી હોવાનો આક્ષેપ

ગ્રાહકોના બે-બે વાર લેવાતા અંગૂઠાની પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે પણ રજૂઆત

સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ નારાયણ ચાવડાના જણાવ્યા મુજબ બે-બે વખત વેપારીઓ દ્વારા ગ્રાહકોના અંગુઠા લેવામાં આવે છે તેને લઈને ગ્રાહકોને વેપારીઓ સાથે ઘર્ષણ થાય છે આ બાબતને લઈને નિરાકરણ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વેપારીઓને નિયમિત કમિશન જે મળવુ જોઈએ તે સમયસર મળતુ નથી. આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">