Video : સિંધુભવન રોડ પર બનશે બોડકદેવ પોલીસ સ્ટેશન, નવા સાધનો અને સ્ટાફની ફાળવણી
અમદાવાદમાં બોડકદેવ પોલીસ સ્ટેશનને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.આખરે 5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..પોલીસ સ્ટેશન માટે નવા સાધનો અને નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવશે.પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
અમદાવાદમાં બોડકદેવ પોલીસ સ્ટેશનને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.આખરે 5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..પોલીસ સ્ટેશન માટે નવા સાધનો અને નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવશે.પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં જેમાં સોલા સાયન્સ સીટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે..સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.આ વિસ્તારો પહેલા વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતો હતો.
પાંચ વર્ષમાં પાંચ જગ્યા બદલવામાં આવી
આ પહેલા પણ 4 વખત પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામા આવી હતી. જોકે તેની શરૂઆત થઈ શકી ન હતી. ત્યારે મંજુરીના 5 વર્ષ બાદ બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ થશે. જેને લઈ વિસ્તારના હદના સમાવેશને લઈ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા પોલીસે 5 વર્ષમાં 5 મી વખત જગ્યા બદલવામાં આવી છે. આ પહેલા સોલા પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, રાજપથ ક્લબ પાછળના મ્યુનિ.ના પ્લોટના ડોમમાં બનાવાયું હતું, જે બાદ સિંધુભવન રોડ પર આવેલા પ્લોટ મા શરૂ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જોકે આ પહેલા પણ 5 વખત પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય થયો હતો અને તે માટે નોટિફિકેશન પણ બહાર પાડવામા આવ્યુ હતુ. પરતું શરૂ થયું ન હતું ત્યારે ફરી એક વખત હંગામી ધોરણે બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર

હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
