Ahmedabad Video : રાહુલ ગાંધીના હિંદુ વિરોધી નિવેદનને લઈને VHP આક્રમક, કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના ફોટા પર કાળી શાહી લગાવી કર્યો વિરોધ

Ahmedabad Video : રાહુલ ગાંધીના હિંદુ વિરોધી નિવેદનને લઈને VHP આક્રમક, કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના ફોટા પર કાળી શાહી લગાવી કર્યો વિરોધ

| Edited By: | Updated on: Jul 02, 2024 | 10:13 AM

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી. વિવાદિત ટીપ્પણીના પગલે રાહુલ ગાંધીના ફોટા પર કાળી શાહી લગાવી કર્યો વિરોધ.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી. તે સમય હિન્દુ ધર્મ અને હિન્દુ પર કેટલીક વિવાદ ટીપ્પણી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

રાહુલ ગાંધીના હિંદુ વિરોધી નિવેદનને લઈને VHPમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદના પાલડીમાં સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ કાર્યાલય બહાર ટોપી પહેરેલો ફોટા પર કાળા રંગનો સ્પ્રે છાંટીને વિરોધ નોંધાવ્યો છે.

મહારાષ્ટ્રમાં પણ નોંધાયો વિરોધ

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ દેશભરમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ પણ હિન્દુઓના અપમાનનો આરોપ લગાવી રાહુલ માફી માગે તેવી માગ કરી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો