ભાવનગર, બોટાદ, અમરેલીની નદીમાં આવેલા ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદને કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ હતી. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાની કેટલીક સ્થાનિક નદીમાં આવેલા પૂરના પાણીમાં વાહનો તણાયા હતા.
ગુજરાતમાં ચોમાસાની સાથે જ વરસેલા ભારેથી અતિ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક નાના મોટા ગામની સ્થાનિક નદીઓમાં વરસાદી પૂર ધસમસ્યા હતા. ચોમાસામાં પડતા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોય છે. નદીના વહેણમાં ઘસમસતા પાણીમાં વાહન નાખીને કેટલાક દુસાહસ કરનારા વાહનચાલકોને પસ્તાવાનો વારો પણ આવતો હોય છે. આવા જ કિસ્સા અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં બન્યા છે.
અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદને કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ હતી. અમરેલીના સાવરકુંડલાની નદીના વહેતા પાણીમા ટ્રક ફસાઈ જવા પામી હતી. જ્યારે એક બસ પણ આ વરસાદી પૂરના પાણીમાં ફસાઈ જવા પામી હતી. જેની જાણ થતા જ તંત્રે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ભાવનગર જિલ્લાના પાલીતાણાની નદીના નીરમાં કાર તણાઈ ગઈ હતી. જ્યારે પાલિતાણા શહેરની શેરીઓમાં વહેતા પૂરના પાણીમાં પાર્ક કરેલા વાહનો પણ રમકડાની માફક તણાયા હતા.
અમરેલીના રાજુલામાં જોલાપરી નદીના નીરમાં કાર ડૂબી જવાથી એકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, નદી પરના બ્રિજ પર ભૂવો પડવાના કારણે આ દુર્ઘટના બની હતી. તો આવી જ અન્ય એક ઘટના બની બોટાદના સાગાવડ ગામે બની હતી. જ્યાં કારમાં સવાર સાત લોકો ડૂબ્યા હતા. તંત્રએ બે લોકોના મૃતદેહ કાઢી અન્યની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદે રમઝટ બોલાવી છે. વરસાદને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.