Junagadh : વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું, એક કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢના(Junagadh) વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું છે. જેમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 9:06 PM

ગુજરાતમા(Gujarat) વરસાદની  આગાહીના પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ(Rain) પડ્યો છે. જેમાં જૂનાગઢના(Junagadh) વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું છે. જેમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે. આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં માળીયા હાટીનામાં બે કલાકમાં ધમાકેદાર એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો.બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા..નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. આ વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

આ ઉપરાંત જૂનાગઢના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે.જેમાં 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ મીની ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂત જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા. જો કે મીની ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે માર્યો પાણીમાં કૂદકો માર્યો હતો. જ્યારે ધસમસતા પ્રવાહ વચ્ચે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">