વડોદરાની ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે શક્તિપીઠ અંબાજીમાં હોમહવન, મત્રોચ્ચાર કરાયા
હરણી તળાવની દુર્ઘટના મૃતકોની આત્માની શાંતિ માટે શક્તિપીઠ અંબાજીમાં હોમ હવન કરવામાં આવ્યુ હતુ. બ્રાહ્મણો દ્વારા હોમ હવન કરીને મૃતક બાળકો અને શિક્ષકોને મોક્ષ પ્રાપ્તિ થાય એ માટે અંબાજી મંદિરના ચોકમાં મંત્રજાપ કરવામાં આવ્યા હતા.બ્રાહ્મણો દ્વારા કરવમાં આવેલી વિધીમાં યાત્રીકો પણ જોડાયા હતા.
વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાને લઈ મૃતકોને શાંતિ મળે એ માટે શક્તિપીઠ અંબાજીમાં હોમ હવન કરવામાં આવ્યુ હતુ. હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકો અને શિક્ષકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરમાં હોમ હવન યોજવામાં આવેલ.
આ પણ વાંચો: વિદેશમાં MBBS અભ્યાસ માટે એડમીશનના બહાને છેતરપિંડી, અમદાવાદની એજન્સી સામે ફરિયાદ
બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે હોમ હવન યોજીને મત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અંબાજી મંદિર ચોકમાં મોક્ષપ્રાપ્તિ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણોની સાથે યાત્રીકો પણ જોડાયા હતા અને આ ઘટનાના મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 19, 2024 06:25 PM
Latest Videos