વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના કેસમાં કોન્સ્ટેબલ હાર્દિક સિંગ અને એસ.એલ.આર.ડી.ના જવાન હિતેન્દ્રને સસ્પેન્ડ કરાયા છે. આ બંન્ને કર્મચારીને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રીની હત્યાની સંપૂર્ણ ઘટનાના CCTV આવ્યા છે. જેમાં આરોપી બાબર પણ જોવના મળ્યો છે. હાલ આ કેસમાં હત્યા કરનાર કુખ્યાત આરોપી બાબરને પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી બાબર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા છે. જુગારના રુપિયાની બાબતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. ઝઘડામાં મારામારી બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ હતી. મૃતક તપન પરમાર પર હોસ્પિટલની કેન્ટિનમાં હુમલો થયો હતો. હુમલાખોર આરોપી બાબર સામે 25 જેટલા ગુના નોંધાયેલા છે.
વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ આક્રોશ ફેલાયો છે. શહેર ભાજપના નેતાઓની કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને કાર્યવાહી માટે રજૂઆત કરી છે. કેમેરા સામે હાથ જોડતા ભાજપના નેતાઓની અચાનક સંવેદના જાગી છે. ઘટના મુદ્દે કેમેરા સામે બોલવાનું ટાળતા નેતાઓએ મૌન તોડ્યું છે.વડોદરામાં ફરી નવો બાબર પેદા ન થવો જોઇએ તેવુ બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યુ છે. બાબર સહિત તેની ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. ગૃહમંત્રીએ કડક કાર્યવાહીની હૈયાધારણ આપી છે.