અમરેલીમાં માવઠાની મોકાણ, કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકને ભારે નુકસાનની ભીતિ

| Edited By: | Updated on: Mar 29, 2026 | 7:25 PM

હવામાન વિભાગની આગાહી બાદ અમરેલીના ખાંભા ગીર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જીક્યાળી, ધજડી અને વાંકિયા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરતા અનેક ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ માવઠાને કારણે ખેતીના પાક પર મોટું જોખમ ઊભું થયું છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરી અત્યારે આંબા પર તૈયાર થઈ રહી છે ત્યારે વરસાદ પડતા પાક ખરી પડવાની કે બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ઉનાળુ પાક જેવા કે તલ અને બાજરીમાં પણ પાણી ભરાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

અમરેલીના પલટાયેલા આ વાતાવરણ બાદ હવે અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં પણ વરસાદ આવશે કે કેમ તેને લઈને લોકોમાં ઉત્સુકતા અને ભયનો માહોલ છે.

Breaking News: સુરતીઓ માટે સૌથી મોટા સમાચાર આજથી સુરત મેટ્રોનો ટ્રાયલ રન શરૂ

Published on: Mar 29, 2026 07:23 PM
Follow Us