Rain : અમદાવાદમાં આજે વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ, જુઓ Video
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં અંધારપટ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં અંધારપટ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. SG હાઇવે, જોધપુર, સેટેલાઇટ, બોડકદેવમાં વરસાદી છાંટા પડ્યાં છે. તેમજ વૈષ્ણોદેવી, ગોતા, બોપલ, શીલજમાં પણ વરસાદી છાંટા પડ્યાં છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જુનાપાઘર, નીલકી, વલાણા, સચાણામાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે.વરસાદી માહોલમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ રાહત અનુભવી છે.
આજે ક્યાં પડશે કમોસમી વરસાદ ?
હવામાન વિભાગની આગાહી અનુસાર 4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.

વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો

દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો

રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ

લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
