વડોદરા: ડભોઇમાં કમોસમી વરસાદે ખેડૂતો માટે વિકટ સ્થિતિ સર્જી, ડાંગરનો પાક બરબાદ, જુઓ વીડિયો

વડોદરા: ડભોઇમાં કમોસમી વરસાદે ખેડૂતો માટે વિકટ સ્થિતિ સર્જી, ડાંગરનો પાક બરબાદ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 3:51 PM

વડોદરાના ડભોઇમાં કમોસમી વરસાદે ફરી એક વખત ખેડૂતો માટે વિકટ સ્થિતિ સર્જી છે. વરસાદને કારણે અંદાજે 1200 એકર જમીનમાં ઉભા કરાયેલા ડાંગરના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. વરસાદમાં ડાંગર પલળી જતાં તેમાંથી ચોખા બહાર નીકળી આવ્યા છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્ય ગુજરાતમાં પણ માવઠું મોટી મુસીબત લઇને આવ્યું છે. વડોદરાના ડભોઇમાં કમોસમી વરસાદે ફરી એક વખત ખેડૂતો માટે વિકટ સ્થિતિ સર્જી છે. વરસાદને કારણે અંદાજે 1200 એકર જમીનમાં ઉભા કરાયેલા ડાંગરના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે.

આ પણ વાંચો-જૂનાગઢ વીડિયો : લીલી પરિક્રમાનો અંતિમ દિવસ, ચાલુ વર્ષે 13 લાખથી વધુ ભક્તોએ કરી પરિક્રમા

વરસાદમાં ડાંગર પલળી જતાં તેમાંથી ચોખા બહાર નીકળી આવ્યા છે. પરિણામે ડભોઇ તાલુકાના વસઇ, કડધરા, ગોજાલી, કરાલી, દંગીવાડા, તરસાણા સહિતના ગામોના ખેડૂતોની હાલત દયનીય બની છે. હાલ ખેડૂતો ટ્રેકટરમાં પાક ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ નાંખી રહ્યા છે. ડભોઇમાં મુખ્યત્વે ડાંગરની જ ખેતી થાય છે અને કમોસમી વરસાદમાં ડાંગરનો પાક જ ધોવાઇ ગયો છે, ત્યારે સરકાર ફક્ત સર્વે ન કરે, પરંતુ સર્વે બાદ યોગ્ય વળતર પણ ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">