આજનું હવામાન : ગુજરાતના હવામાનમાં પલટાની સંભાવના, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્કયુલેશનને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળછાા વાતાવરણ વચ્ચે ઠંડીપણ પડી શકે છે. આગામી 7 દિવસ સુધીરાજ્યનું વાતાવરણ સામાન્ય રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્કયુલેશનને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળછાા વાતાવરણ વચ્ચે ઠંડીપણ પડી શકે છે. આગામી 7 દિવસ સુધીરાજ્યનું વાતાવરણ સામાન્ય રહી શકે છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બે દિવસ સુધી વાદળ છાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીમાં રાજ્યભરમાં વાદળ દેખાશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પૂર્વી રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. તો સાબરકાંઠા , પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની છાંટા પડવાની શક્યતા છે. રાજ્યમાં 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ ભરૂચ, ભાવનગર, તાપીમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.