જામનગર વીડિયો : માવઠાની આગાહીના પગલે કાલાવડ APMC આજથી ચાર દિવસ માટે રખાશે બંધ
જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડ આજથી ચાર દિવસ માટે બંધ રહેશે. કાલાવડ એપીએમસીમાં હરાજી અને ઉતરાઈનું કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ એપીએમસીના ચેરમેને ખેડૂતોને નવી સૂચના ન મળે ત્યાં સુધી જણસી લઈને માર્કેટ યાર્ડમાં ન આવવાની અપીલ કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.જેને લઈને જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડ આજથી ચાર દિવસ માટે બંધ રહેશે. કાલાવડ એપીએમસીમાં હરાજી અને ઉતરાઈનું કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ એપીએમસીના ચેરમેને ખેડૂતોને નવી સૂચના ન મળે ત્યાં સુધી જણસી લઈને માર્કેટ યાર્ડમાં ન આવવાની અપીલ કરી છે.
હવામાન વિભાગની સૂચના બાદ જ નવી ઉતરાઈ અંગેની સૂચના આપવામાં આવશે.તો જણસી ન પલળે તે માટે માર્કેટ યાર્ડના વેપારીઓને શેડ નીચે ઉતારવાની પણ સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ જામનગરમાં મરચા અને મગફળી આવક બંધી કરવામાં આવી હતી. પરંતુ હવે થી 4 દિવસ જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે.તો રાજકોટના જસદણમાં ધરતી પુત્રોને પાક શેડ બહાર ઉતારવાની ના પાડવામાં આવી છે.

