Porbandar : બરડા પંથકમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ, છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ, જુઓ Video
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ત્યારે પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. બરડાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં નદી-તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે.

છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 118 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે આ વર્ષે ચોમાસા અને કમોસમી વરસાદને સાથે ગણીએ તો, કચ્છમાં 149.83 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 126.73 ટકા વરસાદ નોંધાયો છે.
અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે 2 નવેમ્બરથી જ માવઠાના કહેરથી રાહત મળવાની શરૂઆત થઇ જશે. આ પછી વરસાદનું જોર ઘટી જશે. તેમજ 7 નવેમ્બરથી ઠંડીનું જોર વધી શકે છે.
સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ અને ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે આગામી 24 કલાક બાદ આકાશી આફતથી રાહત મળવાના અણસાર છે.