કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા 22 ઓકટોબરે આવશે ગુજરાત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 17, 2024 | 5:27 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 22 ઓક્ટોબરે તેઓ ગાંધીનગર ખાતે વિધાન સભાના કાર્યક્રમમાં હાજરી આપશે. 

ગુજરાતના ગાંધીનગર ખાતે 22 ઓકટોબરે વિધાનસભા લેજીસટ્રેટીવ ડ્રાફટીંગ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે.

22 ઓકટોબરે વિધાનસભા લેજિસ્લેટિવ ડ્રાફટીંગ સેમિનારનુ આયોજન પણ કરવામાં આવ્યું છે. વિધાનસભામાં રજૂ કરાતા બિલના ડ્રાફટીંગ માટે સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70 જેટલા અધિકારીઓની ટ્રેનિંગ થશે.

સેમિનારની શરૂઆત ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કરશે. દિવસ ભરના લોકસભા સપીકર, જીએનએલયુ તથા અલગ અલગ સંસ્થા માંથી કાયદા નિષ્ણાંત આ સેમિનાર લેશે. સમાપન સત્રમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સમાપન સત્રમાં ગુજરાતના તમામ MP, MLA, પૂર્વ MP, MLA અપેક્ષિત છે.

Published on: Oct 17, 2024 05:27 PM