Breaking News : દેશની શાન ગણાતા સાવજ ઉપર ભેદી રોગચાળાનું સંકટ ! 2 સિંહબાળનું શંકાસ્પદ મોત, સિંહોનું રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું, જુઓ Video
દેશના ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો પર સંકટ ટળવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં જાફરાબાદના કાગવડ વિસ્તારમાં નવ સિંહબાળ અને એક સિંહણને બચાવવા માટે એક મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા કાગવડ સિંહ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે. દેશના ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો પર સંકટ ટળવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં જાફરાબાદના કાગવડ વિસ્તારમાં નવ સિંહબાળ અને એક સિંહણને બચાવવા માટે એક મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
હજુ સુધી સિંહબાળ મૃત્યુનું કારણ સ્પષ્ટ નહીં
આ ઓપરેશન પાછળનું મુખ્ય કારણ બે સિંહબાળના શંકાસ્પદ મૃત્યુ છે. આ મૃત્યુ કેવી રીતે થયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહોને બચાવવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સિંહબાળની હાલત અત્યંત નાજુક
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સિંહબાળના નમૂના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવશે. એનિમલ ડોક્ટરોની એક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચેલા સિંહબાળોની સારવાર કરવાની સાથે સાથે મૃત સિંહબાળોના મૃત્યુના કારણોનું પણ તપાસ કરશે. ભૂતકાળમાં થયેલા સિંહોના રોગચાળાના કારણે વન વિભાગ સતર્ક બન્યું છે.
આ ઘટનાથી પર્યાવરણ અને સિંહ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે. સરકાર અને વન વિભાગ દ્વારા આ ઘટનામાં ઝડપી અને પારદર્શક તપાસ કરીને સિંહોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ ઘટના એકવાર ફરી સિંહોના સંરક્ષણ માટે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
