TV9 Exclusive : સાળંગપુર ખાતે રસોઈ માટે લવાયા આધુનિક તપેલા, ગણતરીની મિનિટોમાં 10 હજાર માણસની દાળ અને બનશે 180 કિલો ખિચડી, વાંચો બીજુ શું રહેશે નવું
Botad News : ભોજનાલય વિશે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ TV9 સમક્ષ વિશેષ માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે, ભોજનાલયમાં રાખવામાં આવેલા આધુનિક તપેલાઓમાં 20થી 25 મિનિટમાં 10 હજાર લોકો માટે ભોજન બની શકશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ થયુ છે. આ ભોજનાલય વિશે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ TV9 સમક્ષ વિશેષ માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે, ભોજનાલયમાં રાખવામાં આવેલા આધુનિક તપેલાઓમાં 20થી 25 મિનિટમાં 10 હજાર લોકો માટે ભોજન બની શકશે. એટલુ જ નહીં આટલુ બધુ ભોજન બનતુ હોવા છતા જમવાનું કોઇ દિવસ બળશે પણ નહીં.
શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ ભોજનાલય વિશે જણાવતા કહ્યુ હતુ કે અહીં અહીં 30 મિનિટમાં 10 હજાર માણસ માટેની દાળ બની જશે. એક સાથે 180 કિલો ખીચડી બની જશે. તેમણે જણાવ્યુ કે આ ભોજનાલયમાં રસોઇયા અને આવનારા યાત્રિકોની ચિંતા કરવામાં આવી છે.
શું છે આધુનિક વાસણોની ટેકનોલોજી ?
મશીનની વિશેષતા વિશે જણાવતા તેમણે કહ્યુ હતુ કે અહીં ભોજન કોઇ દિવસ બળશે નહી. તેમજ કોઇ દિવસ આ રસોડામાં અકસ્માત થવાની સંભાવના પણ નથી. એટલુ જ નહીં અહીં ભોજન બનાવનારા રસોઇયાઓને કોઇ દિવસ ગરમ તપેલાથી દાઝી જવાની ચિંતા પણ નહીં રહે. કારણકે બહારથી તપેલાનું તાપમાન ઠંડુ અને અંદરથી ગરમ રહેશે. આ તપેલામાં 10થી 15 કલાક સુધી ભોજન ગરમ રહેશે. બોઇલરમાં ગેસના કારણે માત્ર ઓઇલ ગરમ થશે. એ ઓઇલ પાઇપ દ્વારા આવશે.
મહત્વનું છે કે ગુજરાતનું સૌથી મોટુ અને ભવ્ય ભોજનાલય સાળંગપુરમાં ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. 7 વીઘા જમીનમાં બનેલુ આ ભોજનાલય જોઇને ભલ ભલાની આંખો અંજાઇ જશે. સાળંપુરમાં 54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાની સાથે હવે આ હાઇટેક ભોજનાલાય પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ, સાળંગપુર)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…