Junagadh : કોઝ-વે પરથી ટ્રક નદીમાં ખાબક્યો, સતત પાણી વહેતા ધોવાયો હતો કોઝવે, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે જૂનાગઢના કોઝ-વે પરથી ટ્રક નદીમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવ્યો છે. જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પરથી ટ્રક ખાબક્યો હતો.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે જૂનાગઢના કોઝ-વે પરથી ટ્રક નદીમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવ્યો છે. જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પરથી ટ્રક ખાબક્યો હતો. નદીમાં સતત પાણી વહેતા કોઝવે ધોવાયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. આ કોઝવેનો ઉપયોગ કરીને પરિક્રમના પહેલા પડાવ જીણા બાવાની મઢી તરફ ટ્રકથી માલ-સામાન પહોંચાડવામાં આવે છે.પરંતુ હવે કોઝવે ધોવાતા સામાન પહોંચાડવામાં મુશ્કેલી પડશે.
સતત પાણી વહેતા ધોવાયો હતો કોઝવે
ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક રોડ-રસ્તાઓ ધોવાયા હતા. ત્યારે જૂનાગઢમાં આવેલો એક કોઝવે ધોવાતા ટ્રક નદીમાં ખાબક્યો હતો. જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા ડ્રાઈવર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
