Rajkot : મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો ! EDએ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો, જુઓ Video

Rajkot : મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો ! EDએ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Nov 28, 2025 | 1:59 PM

રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સાગઠિયા અને અન્ય બે વ્યક્તિઓ સામે પ્રોસીક્યુશન કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે.

રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સાગઠિયા અને અન્ય બે વ્યક્તિઓ સામે પ્રોસીક્યુશન કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવી છે.

આ તપાસ એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) માં દાખલ થયેલી અપ્રમાણસર મિલકતની ફરિયાદના આધારે ED દ્વારા હાથ ધરવામાં આવી હતી. EDની તપાસમાં મનસુખ સાગઠિયા પાસેથી કુલ ₹24 કરોડ 31 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી હતી. આ ગંભીર કેસમાં EDએ અત્યાર સુધીમાં ₹21 કરોડ 61 લાખની પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ (POC) તેમજ જંગમ અને સ્થાવર મિલકતોની જપ્તી કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં વિવિધ દેશોની ચલણી નોટો, મોંઘી ઘડિયાળો અને સોના-ચાંદીના ઘરેણાંનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી દર્શાવે છે કે સસ્પેન્ડેડ અધિકારી સામે કાયદાકીય સકંજો વધુ મજબૂત બન્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો