AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરેન્દ્રનગરના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડર, રસ્તામાં ચાલવા બાબતે ઝગડામાં પિતા પુત્ર અને પુત્રવધુ ત્રણેયની હત્યા

Breaking News : સુરેન્દ્રનગરના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડર, રસ્તામાં ચાલવા બાબતે ઝગડામાં પિતા પુત્ર અને પુત્રવધુ ત્રણેયની હત્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 3:43 PM
Share

સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણ તાલુકામાં આવેલા ફુલગ્રામ ગામમાં એક સામાન્ય ઝઘડામાં ખુની ખેલ ખેલાયો છે. ગામમાં રસ્તામાં ચાલવા જેવી બાબતને લઇને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સસરા, પુત્ર અને પુત્રવધુનું મર્ડર થયુ છે.

સુરેન્દ્રનગરના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના બની છે.  રસ્તામાં ચાલવા બાબતે ઝગડામાં પિતા પુત્ર અને પુત્રવધુ ત્રણેયની હત્યા થઇ છે. મોરવાડ ગામના વ્યક્તિએ કરી ત્રણેયની હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે. એક સાથે ત્રણ હત્યા થવાની ઘટના સામે આવતા જ વઢવાણ, જોરાવરનગરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે આપેલી માહિતી મુજબ ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલા ફુલગ્રામ ગામમાં એક સામાન્ય ઝઘડામાં ખુની ખેલ ખેલાયો છે. ગામમાં રસ્તામાં ચાલવા જેવી બાબતને લઇને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સસરા, પુત્ર અને પુત્રવધુનું મર્ડર થયુ છે. આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ત્રણેયની એક સાથે હત્યા કરી નાખી છે. આરોપી પણ ફુલગ્રામ ગામનો જ હોવાની માહિતી સામે આવી છે. આરોપી મૂળ મોરવાડ ગામનો છે પણ ફુલગ્રામ ગામમાં રહેતો હોવાની જાણકારી મળી છે.

આરોપીનું નામ ભગાભાઇ નાગજીભાઇ છે. તે હત્યા કરીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. એક સાથે ત્રણ મર્ડર થવાની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા જ વઢવાણ અને જોરાવરનગરના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ ઘટના સાથે પહોંચી ગયા છે, ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

(વિથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

Published on: Feb 06, 2023 03:36 PM
g clip-path="url(#clip0_868_265)">