જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે...ઘાટીમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ઘણા ડિગ્રી નીચે ગગડી ગયું છે.જ્યાં જુઓ ત્યાં બરફ થીજી ગયેલા જોવા મળે છે.નદી નાળા થીજી ગયા છે.વૃક્ષો પર પણ બરફના થર જામી ગયા છે.અનંતનાગમાં હાડ થીજાવતી ઠંડીમાં વહેતું ઝરણું પણ બરફ બની ગયું.