Video : 28 વર્ષ બાદ પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના બે દિવસના પ્રવાસે, અમદાવાદ ખાતે SEWAની મુલાકાત બાદ આજે સુરેન્દ્રનગરમાં અગરિયાઓ સાથે ચર્ચા

Video : 28 વર્ષ બાદ પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના બે દિવસના પ્રવાસે, અમદાવાદ ખાતે SEWAની મુલાકાત બાદ આજે સુરેન્દ્રનગરમાં અગરિયાઓ સાથે ચર્ચા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 9:38 AM

આજે તેમની ગુજરાત મુલાકાતનો બીજો અને અંતિમ દિવસ છે. આજે સુરેન્દ્રનગરમાં અગરિયા પરિવાર વચ્ચે હિલેરી ક્લિન્ટન સવારે 11:00 કલાકે મુલાકાત લેવા જશે. તેઓ અગરીયાઓની મુશ્કેલીઓ જાણશે અને તેઓની સાથે વાર્તાલાપ કરશે. 

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ગઈ કાલે રવિવારથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા છે.હિલેરી ક્લિન્ટને રવિવારે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક સ્વ. ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી.

તેમણે 2022 માં આ બગીચામાં ઇલા ભટ્ટ દ્વારા વાવેલા વડના વૃક્ષની નજીક બનેલા સ્મારક પાસે કહ્યું કે “મારી મિત્ર ઇલાબેનની આ અદ્ભુત સ્મૃતિ બનાવવા જેમણે મહેનત કરી છે તેમણે દેશ અને વિશ્વની મહિલાઓને ઉત્થાન માટે પણ ખૂબ મહેનત કરી છે.”

હિલેરી કિલન્ટને શું કહ્યું ?

સેવાના કાર્યક્રમ સંયોજક રશ્મિ બેદીએ જણાવ્યું કે હિલેરી ક્લિન્ટન સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ મુલાકાત લેશે અને અગરિયાઓને મળશે. હિલેરી ક્લિન્ટનનો વર્ષ 1995 અને 2018 પછી તેમનો સેવા સંસ્થાનો ત્રીજો પ્રવાસ છે.

હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે વધતી ગરમી અનૌપચારિક ક્ષેત્રમાં મહિલા કામદારો માટે એક વધારાનો પડકાર છે.  એક વૈશ્વિક ‘ક્લાઈમેટ રિઝિલિયન્સ ફંડ’ આ પડકારને પહોંચી વળવામાં મદદ કરશે. હિલેરી ક્લિન્ટને કહ્યું કે આ સમસ્યા અંગે ચિંતિત જૂથ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ શરૂ કરવા એકસાથે આવ્યું છે.

વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ ફંડ હશે. હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે તેમણે SEWA ના ડિરેક્ટર રીમાબેન નાણાવટી સાથે વાત કરી હતી કે વધતી ગરમી એ એક નવો પડકાર છે કારણ કે તે મહિલા ટ્રેડ યુનિયન સભ્યોની દરેક વસ્તુને અસર કરશે.

આજે સુરેન્દ્રનગરની લેશે મુલાકાત

આજે સુરેન્દ્રનગરમાં અગરિયા પરિવાર વચ્ચે હિલેરી ક્લિન્ટન સવારે 11:00 કલાકે મુલાકાત લેવા જશે. તેઓ કુડા રણમાં અગરિયા પરિવારની મુલાકાતે લેશે. તેઓ અગરીયાઓની મુશ્કેલીઓ જાણશે અને તેઓની સાથે વાર્તાલાપ કરશે. આજે તેમની ગુજરાત મુલાકાતનો બીજો અને અંતિમ દિવસ છે.

g clip-path="url(#clip0_868_265)">