Tapi: આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિ આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં ઉશ્કેરાઈ ગયા, ટેબલ પર હાથ પછાડી નિકળી ગયા! જુઓ Video
વ્યારાના સરકીટ હાઉસમાં આદીવાસી આગેવાનો સાથે ચર્ચા દરમિયાન રાજ્યના પ્રધાન કુંવરજી હળપતિ ઉશ્કેરાયા હતા. સ્થાનિક રેફરેલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ આદીવાસી આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન એકાએક જ પ્રધાન કુંવરજી હળપતિ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓને સવાલ કરવામાં આવતા જ તેઓએ એકા એક જ ટેબલ પર હાથ પછાડીને ઉભા થઈ ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો
આદીવાસી આગેવાન લાલસિંહે કહ્યુ હતુ કે, અમારી રજૂઆત હતી કે, વ્યારા સિવિલ હોસ્પિટલ ખાનગી કંપનીને આપી દેવાની વાત છે એનો વિરોધ હતો. આ માટે અમે ક્લેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યુ હતુ. અમે સુખદ ઉકેલ આવે એમ અમે ઈચ્છતા હતા. આંદોલનને કચડી નાંખવા માટે સક્ષમ છો એવા સવાલ કરતા નિવેદનને લઈ અમે સવાલ કર્યો હતો. પરંતુ તેના બદલે ટેબલ પર હાથ પછાડીને તેઓ બહાર નિકળી ગયા હતા. આદીવાસી આગેવાનોને સાંભળ્યા વિના જ પ્રધાન હળપતિ નિકળી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ ભરુચમાં પણ પ્રધાન કુંવરજી હળપતિને સ્થાનિકોએ થોડા દિવસ પહેલા ઘેર્યા હતા.
તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો