ગાંધીનગરઃ ભાજપના પૂર્વ ધારાસભ્યની થશે ઘરવાપસી,નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે
હર્ષદ વસાવા સતત 2 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2002માં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટાયા હતા, તો 2007માં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટણી જીત્યા હતા. ભાજપના આદિજાતી મોરચાના પ્રમુખ પદે તેઓએ સેવા આપેલી છે.
લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની મૌસમ જોવા મળી રહી છે.મળતી માહિતી પ્રમાણે વધુ એક નેતા ભાજપમાં ઘર વાપસી કરવાના છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે. નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની ઘરવાપસી થશે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તેઓ કેસરિયા કરશે.
હર્ષદ વસાવાની થશે ઘરવાપસી
નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે ભાજપમાં જોડાવાના છે. ગાંધીનગરમાં કમલમ ખાતે બપોરે 3 કલાકે તેઓ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો અને સ્થાનિક સંસ્થાના હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાવાના છે.વર્ષ 2022માં ટિકિટ ન મળતા હર્ષદ વસાવાએ બળવો કર્યો હતો. હર્ષદ વસાવા નાંદોદ બેઠક પરથી અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જો કે હર્ષદ વસાવાની 2022 વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી.
કોણ છે હર્ષદ વસાવા ?
હર્ષદ વસાવા સતત 2 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2002માં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટાયા હતા, તો 2007માં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટણી જીત્યા હતા. ભાજપના આદિજાતી મોરચાના પ્રમુખ પદે તેઓએ સેવા આપેલી છે. હર્ષદ વસાવા પૂર્વ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. 2022માં ભાજપે ટિકિટ ન આપતા તેમણે બળવો કર્યો હતો અને વિધાનસભા 2022માં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા.