વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી આકરા પાણીએ, આણંદ ST ડેપોની અરાજક્તાના પગલે મેનેજર સસ્પેન્ડ, જુઓ વીડિયો

હર્ષ સંઘવીની બે દિવસ પહેલાની મુલાકાત બાદ આણંદ એસ.ટી. ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા ડેપોની આકસ્મિક મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ ગંદકી, સાફસફાઇ તેમજ મેનેજરની ગેરહાજરી મુદ્દે ઉધડો લીધો હતો.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 23, 2023 | 10:14 AM

આણંદ: વાહનવ્યવહાર અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. હર્ષ સંઘવી તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા સ્થળોની સરપ્રાઇઝ વિઝીટ લેવામાં માટે જાણીતા છે. હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા આણંદ એસ.ટી. ડેપોની મુલાકાત લીધી હતી.જો કે તેમની મુલાકાતના બે દિવસ બાદ એસ.ટી. ડેપો મેનેજર સસ્પેન્ડ થયા છે.

આ પણ વાંચો- વીડિયો : રાજ્યની રાજધાનીને મળી દારૂની ‘ગિફ્ટ’, જાણો કોને અને કઈ રીતે મેળવી શકાશે એક્સેસ

હર્ષ સંઘવીની બે દિવસ પહેલાની મુલાકાત બાદ આણંદ એસ.ટી. ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા ડેપોની આકસ્મિક મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ ગંદકી, સાફસફાઇ તેમજ મેનેજરની ગેરહાજરી મુદ્દે ઉધડો લીધો હતો. તપાસમાં ડેપો મેનેજરની ગંભીર બેદરકારી સામે આવી હતી.જે પછી વહીવટી કચેરીએ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળીને સસ્પેન્ડ કર્યા છે અને પેટલાદના ડેપો મેનેજર બી.ડી. રબારીને વધારાનો ચાર્જ સોંપાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">