AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીડિયો : રાજ્યની રાજધાનીને મળી દારૂની 'ગિફ્ટ', જાણો કોને અને કઈ રીતે મેળવી શકાશે એક્સેસ

વીડિયો : રાજ્યની રાજધાનીને મળી દારૂની ‘ગિફ્ટ’, જાણો કોને અને કઈ રીતે મેળવી શકાશે એક્સેસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2023 | 9:45 AM
Share

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે,ત્યારે સરકારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં આવેલા ગાંધીનગરના ગિફ્ટસિટીને દારૂની ‘ગિફ્ટ’ મળી છે. સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છુટ આપી છે.ગિફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી તેમજ મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ મુક્તિ અપાઇ છે. જો કે આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયુ છે.

ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાનો હેતુ

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે,ત્યારે સરકારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનિકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાનો હેતુ છે.

રેસ્ટોરેન્ટ,ક્લબમાં દારુનું સેવન કરી શકાશે

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન- આપતી ગિફટ સીટીની હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/ક્લબમાં દારુનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો-બનાસકાંઠામાં ગાય સ્વિકારવાનો નનૈયો ભણનાર 4 ગૌશાળાઓની સરકારી સહાય અટકાવી દેવાઈ

ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.બેલ.૩ પરવાના મેળવી શકશે,પરંતુ હોટેલ, કલબ કે રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.જો કે ગાંધીના ગુજરાતમાં આ સ્થળે દારુની છુટ આપવા માત્રથી રાજકારણ ગરમાઇ ગયુ છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">